ટ્રેન્ડિંગનેશનલ

નકલી ED અધિકારી બનીને ₹3.2 કરોડની લૂંટ, એકની ધરપકડ

Text To Speech
  • આરોપીઓએ પરિવારને ધમકાવી લૂંટ મચાવી
  • આરોપી 70 લાખ રોકડા અને 4 કારતૂસ સાથે ઝડપાયો
  • પીડિત પરિવારને કોઈ પરિચિતની સંડોવણીની શંકા

દિલ્હી પોલીસે શનિવારે બાબા હરિદાસ નગર વિસ્તારમાંથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ તરીકે ઘરમાં ઘૂસીને અંદાજે ₹3.2 કરોડની લૂંટ ચલાવનારા બદમાશોમાંથી એકની ધરપકડ કરી હતી. પોલીસ સર્ચ ઑપરેશન હાથ ધર્યા બાદ એક શંકાસ્પદની અટકાયત કરી હતી અને તેની પાસેથી 70 લાખ રૂપિયા રોકડ જપ્ત કર્યા હતા. જો કે, પોલીસ વધુ તજવીજ હાથ ધરી અન્ય આરોપીઓની શોધમાં લાગી છે. દિલ્હી પોલીસે X પર આ ઘટના વિશે પોસ્ટ કરીને જણાવ્યું કે વ્યક્તિ એક પિસ્તોલ અને 4 કારતૂસ સાથે પકડાયો છે.

ED ઓફિસર હોવાનો ડોળ કરી ઘરમાં ઘૂસ્યા

દિલ્હીના બાબા હરિદાસ નગરના એક ઘરમાં આરોપીઓ ED ઓફિસર હોવાનો ડોળ કરીને ઘૂસ્યા હતા. તેમણે કહ્યું કે અહીં હવાલાના પૈસા છુપાવવામાં આવી રહ્યા છે. પરિવારના સભ્યો પણ કંઈ સમજી શક્યા ન હતા. તમામે પરિવારને ધમકાવીને રૂ.3 કરોડ રોકડા પડાવી લીધા હતા અને બીજા દિવસે પરિવારના સભ્યો પૂછપરછ માટે ઓફિસે આવજો તેમ કહી ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે પરિવારના સભ્યોને દરોડા પાડનારા નકલી ED ઓફિસર હતા એવી જાણ થઈ, ત્યારે બધા ચિંતામાં મુકાયા હતા. આ અંગે જાણ થતાં તેઓએ તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે જે વ્યક્તિના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા તેણે તાજેતરમાં જ તેની દ્વારકાની જમીન સાઉથ દિલ્હીના કેટલાક લોકોને વેચી હતી. બનાવટી EDના દરોડામાં પીડિતના કોઈ પરિચિતની સંડોવણી હોવાની શંકા છે. બીજી તરફ, પોલીસને શંકા છે કે, આ રીતે છેતરપિંડી કરનારા બે ગ્રુપ કામ કરી રહ્યા હતા. જેમાં એક ગ્રુપે સંપૂર્ણ ષડયંત્ર રચ્યું અને બીજાએ તેને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે કાર્યવાહી કરીને અન્ય આરોપીઓની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: EDએ સાંસદ એ.રાજાની 15 બેનામી મિલકતો જપ્ત કરી

Back to top button