ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

EDએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની રૂ. 538 કરોડની સંપત્તિ જપ્ત કરી

Text To Speech
  • નરેશ ગોયલ હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં છે
  • પત્ની અને પુત્રને પણ આ કેસમાં આરોપી બનાવ્યા
  • કેનેરા બેન્કની ફરિયાદના આધારે EDએ કાર્યવાહી કરી

EDએ બેન્ક ફ્રોડ કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને અન્ય પાંચ સામે મોટી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં ₹538 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ 31 ઑક્ટોબરે EDએ નરેશ ગોયલ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલો કેનેરા બેન્કમાં 538 કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત છે. આ કેસમાં ઈડીએ નરેશ ગોયલની 1 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે અને મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

JIL દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મેસર્સ જેટ એરવેઝ લિમિટેડ (JIL) સામે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં રૂ. 538.05 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે. અટેચ કરેલી મિલકતોમાં વિવિધ કંપનીઓ અને વ્યક્તિઓના નામે 17 રહેણાંક ઘર અને કોમર્શિયલ કેમ્પસ છે. આ કેસમાં EDએ ગોયલના પત્ની અનિતા ગોયલ અને પુત્ર નિવાન ગોયલને પણ આરોપી બનાવ્યાં છે.

કેનેરા બેન્કની ફરિયાદ પર કાર્યવાહી

કેનેરા બેન્કની લેખિત ફરિયાદના આધારે EDએ આ કાર્યવાહી કરી છે. આ મામલામાં CBIએ એફઆઈઆર નોંધી હતી. EDએ FIRના આધારે તપાસ શરૂ કરી. FIRમાં, મેસર્સ કેનેરા બેંક દ્વારા થયેલી ફરિયાદને આધારે છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ફોજદારી ભંગ અને ગુનાહિત પ્રવૃત્તિના આરોપો ઘડાયા હતા. ED તપાસમાં બહાર આવ્યું છે કે જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડે SBI અને PNBની આગેવાની હેઠળની બેન્ક પાસેથી લીધેલી લોનનો ગેરઉપયોગ કર્યો હતો. નરેશ ગોયલે મોટા પાયે નાણાકીય છેતરપિંડી કરી હતી. જેટ એરવેઝની બેલેન્સ શીટ સાથે છેડછાડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: બેંક ફ્રોડ કેસમાં કોર્ટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને 14 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલ્યા

Back to top button