ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝારખંડમાં EDને મળ્યો નોટોનો પહાડ! મંત્રી આલમગીર સાથે કનેક્શન

  • નોકરના ઘરમાંથી મળી આવ્યો ધન કુબેરનો ખજાનો

ઝારખંડ, 6 મે: એક તરફ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે એટલે કે 7 મેના રોજ થવાનું છે. ત્યારે બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઝારખંડમાં મોટી કાર્યવાહી કરી છે. હકીકતમાં, PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ EDએ અડધા ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની આ કાર્યવાહી સસ્પેન્ડેડ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામ અને તેના નજીકના લોકોના સ્થળો પર કરવામાં આવી રહી છે તેમજ EDએ અનેક રાજનેતાઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, EDએ ઝારખંડ સરકારના મંત્રી આલમ ગીરના અંગત સચિવ સંજીવ લાલના ઘરેલુ નોકરના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મોટો નોટોનો પહાડ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલી રોકડની ગણતરી ચાલુ છે. મળતી માહિતી મુજબ, આ રકમ 20-30 કરોડ રૂપિયાથી વધુની હોય શકે છે.

 

બે વર્ષ પહેલા આજના જ દિવસે ઝારખંડમાં IAS પૂજા સિંઘલના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં 17 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. EDની ટીમ હાલમાં રાંચીમાં એક ઠેકાણા પર દરોડા પાડી રહી છે.

નોટો ગણવા માટે મશીન મંગાવવા પડ્યા 

ઉલ્લેખનીય છે કે, EDના દરોડામાં મળી આવેલી નોટોનો આ મામલો ઝારખંડના મંત્રી આલમગીર સાથે સંબંધિત છે. નોટો ગણવા માટે મશીનો મંગાવવામાં આવ્યા છે.  EDએ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમ સાથે જોડાયેલા એક વ્યક્તિના ઘરેથી જંગી રોકડ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી રોકડ કરોડોમાં હોવાનો અંદાજ છે. નોટો ગણવા માટે બેંક કર્મચારીઓ અને મશીનોને પણ બોલાવવામાં આવ્યા છે.

વીરેન્દ્ર રામના કેસમાં દરોડા પાડવામાં આવ્યા 

ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર કે. રામ સાથે સંબંધિત કેસમાં દરોડા પાડ્યા છે. ચીફ એન્જિનિયર વીરેન્દ્ર કે. રામની ફેબ્રુઆરી 2023માં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હકીકતમાં, તેમના પર કથિત રીતે મની લોન્ડરિંગ અને કેટલીક યોજનાઓના અમલીકરણમાં અનિયમિતતાનો આરોપ હતો. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ વીરેન્દ્ર કે રામ પહોંચી અને તેની ધરપકડ કરી. તમને જણાવી દઈએ કે EDના દરોડામાં મોટી માત્રામાં રોકડ મળી આવ્યા બાદ ઘણા લોકોની ધરપકડ થઈ શકે છે.

આ પણ જુઓ: ભારત જેવા દેશોમાં ઘણી તકો: અબજોપતિ રોકાણકાર વોરેન બફેટ

Back to top button