દિલ્હી: શરાબ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ પર ચાલશે મની લોન્ડ્રીંગનો કેસ, ગૃહમંત્રાલયે EDને મંજૂરી આપી દીધી


નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2025: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી શરાબ કૌભાંડ સાથે જોડાયલ કથિત મની લોન્ડ્રીંગ કેસમાં અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે. આ અગાઉ દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ઈડીએ સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવતા પહેલા મંજૂરી લેવી પડશે.
અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેમને અને અન્ય વિરુદ્ધ ઈડીની ચાર્જશીટ ગેરકાયદેસર છે. કારણ કે અભિયોજન ફરિયાદ નોંધતા પહેલા અધિકારીઓથી પૂર્વ અનુમતિ લેવામાં આવી નહોતી. ડિસેમ્બર 2024માં ઈડીએ એલજીને એક પત્ર લખ્યો હતો, તેમાં કહેવાયું હતું કે, મંજૂરી આપવી જોઈએ, કારણ કે શરાબ કૌભાંડ મામલામાં કેજરીવાલ કિંગપિન અને મુખ્ય ષડયંત્રકર્તા છે.
તાજેતરના દિવસોમાં હાઈકોર્ટના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)ના રિપોર્ટ પર વિધાનસભામાં ચર્ચામાં મોડું થવાને લઈને આમ આદમી પાર્ટીના નેતૃત્વવાલી દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. જસ્ટિસ સચિન દત્તાની સિંગલ જજ બેન્ચે કહ્યું કે, સીએજી રિપોર્ટ સદનના પટલ પર ન રાખવો પડે, એટલા માટે દિલ્હી સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં પાછી પાની કરી લીધી.
ભાજપે સીએજીના રિપોર્ટનો હવાલો આપતા દાવો કર્યો કે, શરાબ નીતિ કૌભાંડથી દિલ્હીને 2026 કરોડ રુપિયાનું રેવન્યૂ ઘટ્યું છે. ભાજપે દાવો કર્યો છે કે, દિલ્હી શરાબ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓએ લાંચ લીધી છે.
આ પણ વાંચો: 12 વર્ષ બાદ જેલમાંથી આસારામનો છુટકારો થયો, ભક્તોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું