દિલ્હી દારૂ કૌભાંડમાં AAP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ દાખલ કરી ચાર્જશીટ
- રાજ્યસભા સાંસદ અને AAPના વરિષ્ઠ નેતા સંજય સિંહની મુશ્કેલીઓમાં વધારો
- EDએ સંજય સિંહ અન્ય આરોપીઓ વિરુદ્ધ 60 પેજની ચાર્જશીટ કરી દાખલ
દિલ્હી, 2 ડિસેમ્બર : દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સંજય સિંહ અન્ય આરોપીઓ વિરુદ્ધ 60 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. EDએ ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે, સંજય સિંહ આ કેસમાં ષડયંત્ર, મની લોન્ડરિંગ અને આરોપીઓને મદદ કરવામાં સામેલ હતા. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ 4 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે આની સુનાવણી કરશે. 4 ડિસેમ્બરે વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલ સમક્ષ ચાર્જશીટ સૂચિબદ્ધ રજૂ કરવામાં આવશે.
Enforcement Directorate filed a supplementary prosecution complaint (Chargesheet) against Aam Aadmi Party leader Sanjay Singh in a money laundering case related to the Excise policy case.
— ANI (@ANI) December 2, 2023
EDએ ઑક્ટોબર મહિના સાંસદના નિવાસસ્થાને પાડયા હતા દરોડા
ઑક્ટોબર મહિના દરમિયાન, EDએ દિલ્હીની દારૂની નીતિમાં કૌભાંડના સંદર્ભમાં સંજય સિંહના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. આ પછી સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ જ કેસમાં તપાસ એજન્સીઓએ દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, દારૂ કૌભાંડના આરોપી દિનેશ અરોરાની જુબાનીના આધારે સંજય સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
AAP સાંસદ પર ક્યાં આરોપો લગાવવામાં આવ્યા છે ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો હતો કે દારૂ કૌભાંડના આરોપી બિઝનેસમેન દિનેશ અરોરા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠકમાં સંજય સિંહ પણ હાજર હતા. ED સમક્ષ દિનેશ અરોરાએ આપેલા નિવેદન મુજબ, તેઓ સૌપ્રથમ સંજય સિંહને એક કાર્યક્રમમાં મળ્યા હતા. આ પછી તે મનીષ સિસોદિયાના સંપર્કમાં આવ્યો. સૂત્રોનું કહેવું છે કે, દિલ્હી ચૂંટણી પહેલા AAP નેતા દ્વારા આયોજિત ફંડ એકત્ર કરવાનો આ કાર્યક્રમ હતો.
ચાર્જશીટ અનુસાર, સંજય સિંહના કહેવા પર દિનેશ અરોરાએ દિલ્હીમાં આગામી ચૂંટણી માટે પાર્ટી ફંડ એકત્ર કરવા માટે ઘણા રેસ્ટોરન્ટ માલિકો સાથે વાત કરી હતી. એટલું જ નહીં તેણે સિસોદિયાને 32 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. EDએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સંજય સિંહે દિનેશ અરોરાનો એક કેસ ઉકેલ્યો હતો જે આબકારી વિભાગ પાસે પેન્ડિંગ હતો.
આ પણ જુઓ :તમિલનાડુમાં ED અધિકારી 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો, ધરપકડ