ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ED ડાયરેક્ટર સંજય મિશ્રાના કાર્યકાળનું વિસ્તરણ ગેરકાયદેસર; 31 જુલાઈ સુધીમાં પદ છોડવું પડશે: સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

Text To Speech

સુપ્રીમ કોર્ટ: સુપ્રીમ કોર્ટે મંગળવારે (11 જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના વર્તમાન ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને લંબાવવાના આદેશ પર રોક લગાવી દીધી છે. કાર્યકાળ વધારવા અંગે કોર્ટે કહ્યું કે આ સુપ્રીમ કોર્ટના 2021ના નિર્ણયનું ઉલ્લંઘન છે.

જસ્ટિસ બીઆર ગવઈ, વિક્રમ નાથ અને સંજય કરોલની બેન્ચે જણાવ્યું હતું કે મિશ્રાનું એક્સટેન્શન સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવેલા 2021ના નિર્ણયની વિરુદ્ધ હતું. જેમાં કોર્ટે મિશ્રાને નવેમ્બર 2021 પછી એક્સટેન્શન આપતા રોકવાનો આદેશ જારી કર્યો હતો.

ગેરકાયદેસર મુદત લંબાવવા જણાવ્યું

જો કે, કોર્ટે કહ્યું કે મિશ્રા 31 જુલાઈ સુધી તેમના પદ પર ચાલુ રહી શકે છે. સુપ્રીમ કોર્ટે મુદ્દત વધારવાના આદેશને ગેરકાયદે ગણાવ્યો છે.

આ પણ વાંચો-સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો, જાણો શું છે આજનો લેટેસ્ટ ભાવ

Back to top button