ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

CM ભુપેશ બધેલને મહાદેવ App ના પ્રમોટરોએ રૂ.508 કરોડ આપ્યાનો ED નો દાવો

Text To Speech

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને ગુરુવારે છત્તીસગઢમાં સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સફળતા મળી છે. જેમાં 5.39 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. ખરેખર, મહાદેવ બુક ઓનલાઈન સટ્ટાબાજી એપ સિન્ડિકેટની તપાસ દરમિયાન ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, પકડાયેલા કેશ કુરિયર અસીમ દાસે ખુલાસો કર્યો છે કે ‘બઘેલ’ના નામે રાજકારણીને મોટી રકમ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ગત 2 નવેમ્બરના રોજ, EDને ગુપ્ત માહિતી મળી હતી કે 7 અને 17 નવેમ્બર 2023ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાદેવ એપના પ્રમોટરો દ્વારા મોટી માત્રામાં રોકડ છત્તીસગઢ ખસેડવામાં આવી રહી છે. ઇડીએ હોટેલ ટ્રાઇટન અને અન્ય સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. ભિલાઈ અને સત્તાધારી કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ખર્ચ માટે મોટી રકમની રોકડ પહોંચાડવા માટે UAEથી ખાસ મોકલવામાં આવેલા કેશ કુરિયર અસીમ દાસની અટકાયત કરવામાં આવી હતી.

EDએ રૂ. 5.39 કરોડની રોકડ રકમ (તેમની કાર અને તેના રહેઠાણમાંથી) રિકવર કરી છે. અસીમ દાસે સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલ ભંડોળ મહાદેવ એપ પ્રમોટર્સ દ્વારા છત્તીસગઢ રાજ્યમાં આગામી ચૂંટણી ખર્ચ માટે રાજકારણી ‘બઘેલ’ને આપવા માટે ગોઠવવામાં આવ્યું હતું. EDએ મહાદેવ એપના કેટલાક બેનામી બેંક ખાતા પણ શોધી કાઢ્યા છે જેમાં 15.59 કરોડ રૂપિયાની બાકી રકમ ફ્રીઝ કરવામાં આવી છે. EDએ અસીમ દાસની ધરપકડ કરી છે. આ મામલે અગાઉ ઘણી ચૂકવણી કરવામાં આવી છે. જે મુજબ મહાદેવ એપ પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને અત્યાર સુધીમાં અંદાજે 508 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જે તપાસનો વિષય છે. વધુ તપાસ દરમિયાન EDએ પોલીસ કોન્સ્ટેબલ ભીમ યાદવની પણ પૂછપરછ કરી અને તેની ધરપકડ કરી છે.

Back to top button