ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ED તેની ચાર્જશીટમાં આખી AAP પાર્ટીને બનાવી શકે છે આરોપી!

  • કેજરીવાલના વચગાળાના જામીનના માર્ગમાં નવી મુશ્કેલી આવી શકે છે

નવી દિલ્હી, 10 મેઃ દિલ્હીના સીએમ કેજરીવાલ ઉપરાંત ED પોતાની ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવશે. જોવા જઈએ તો ઈતિહાસમાં પહેલીવાર કોઈ એજન્સી દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં રાષ્ટ્રીય પાર્ટી સંડોવાઈ છે…દિલ્હીના દારૂ કૌભાંડ કેસમાં આજે મોટો દિવસ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એક્સાઇઝ પોલિસી કેસમાં આજે ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.. EDની ચાર્જશીટને લઈને એક નવો ખુલાસો થયો છે. સૂત્રોનું કહેવું છે કે આ ચાર્જશીટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મુખ્ય આરોપી ગણાવવામાં આવ્યા છે….આ સાથે AAP પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવી છે.. આ સાથે જ કેજરીવાલના વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. કવિતાની જામીનની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં થશે.

મળતી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ ED ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. જો દિવસભર સુનાવણી ચાલુ રહેશે તો શનિવારે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

માનવામાં આવી રહ્યું છે કે કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. EDની ચાર્જશીટમાં કેજરીવાલ ઉપરાંત BRS નેતા કે કવિતા અને અન્ય કેટલાક લોકોના નામ સામેલ થઈ શકે છે. તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ PMLA હેઠળ 21 માર્ચે કેજરીવાલની તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. જ્યારે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની એમએલસી પુત્રી કવિતાને 15 માર્ચે હૈદરાબાદથી અટકાયતમાં લેવામાં આવી હતી. 6 મેના રોજ ટ્રાયલ કોર્ટે કે કવિતાની જામીન અરજી ફગાવી દીધી હતી.

સૂત્રોએ જણાવ્યું કે બંને નેતાઓ, તેમની સાથે જોડાયેલા કેટલાક લોકો અને કંપનીઓ સહિત સંસ્થાઓ વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. એજન્સી તેને PMLA કોર્ટમાં દાખલ કરશે. સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓ પર મની લોન્ડરિંગનો આરોપ મૂકવામાં આવશે. 2022માં નોંધાયેલા કેસમાં કેટલીક નવી સંપત્તિઓને અટેચ કરવાની સાથે એજન્સીએ આ ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવી છે.. EDએ અત્યાર સુધીમાં 18 આરોપીઓની ધરપકડ કરી છેઆ કેસમાં EDની આ સાતમી ચાર્જશીટ હશે. EDએ અત્યાર સુધીમાં કેજરીવાલના પક્ષના સહયોગી અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ સહિત 18 લોકોની ધરપકડ કરી છે. સંજય સિંહને થોડા સમય પહેલા જામીન મળ્યા હતા.

ED સૂત્રોએ જણાવ્યું હતું કે એજન્સીએ કેજરીવાલ પર તેની તપાસમાં સહકાર ન આપવાનો અને AAP દ્વારા કરવામાં આવેલા ગુના માટે પરોક્ષ રીતે જવાબદાર હોવાનો આરોપ મૂક્યો છે…તપાસ એજન્સી પણ કોર્ટમાં કેજરીવાલ સામેના તેના અગાઉના આરોપોને પુનરાવર્તિત કરે તેવી શક્યતા છે કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને તેની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકે, કેજરીવાલ ચૂંટણી ખર્ચ માટે ઉપયોગમાં લેવાતા નાણાં માટે જવાબદાર છે. કેજરીવાલને ED દ્વારા દિલ્હી સરકારના મંત્રીઓ, AAP નેતાઓ અને અન્ય વ્યક્તિઓ સાથે મળીને આબકારી નીતિ કૌભાંડના મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે.

EDએ એવો પણ આરોપ લગાવ્યો છે કે દક્ષિણ જૂથ દ્વારા આપવામાં આવેલા 100 કરોડ રૂપિયામાંથી 45 કરોડ રૂપિયા AAP દ્વારા 2022ની ગોવા વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વાપરવામાં આવ્યા હતા. દક્ષિણ જૂથની દારૂની લોબીમાં કવિથા, ટીડીપી ઓંગોલના લોકસભા ઉમેદવાર મગુન્તા શ્રીનિવાસુલુ રેડ્ડી, તેમના પુત્ર રાઘવ રેડ્ડી અને અન્યનો સમાવેશ થાય છે.

સુપ્રીમ કોર્ટમાં EDએ શું કહ્યું?
ED એ લિકર પોલિસી અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. કેજરીવાલના વચગાળાના જામીનના સંબંધમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં EDએ કહ્યું કે, ચૂંટણી માટે પ્રચાર કરવાનો અધિકાર ન તો મૂળભૂત અધિકાર છે, ન તો બંધારણીય અધિકાર છે કે ન તો કાયદાકીય અધિકાર. કોઈપણ રાજકારણીને ચૂંટણી લડવા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા નથી. ભલે તે ચૂંટણી લડનાર ઉમેદવાર હોય. આવો આદેશ આપીને ભવિષ્ય માટે એક દાખલો બેસાડવામાં આવશે.

Back to top button