ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

EDએ ભ્રષ્ટાચારીઓ પાસેથી કેટલા રુપિયા જપ્ત કર્યા? આંકડો જાણી ચોંકી જશો

Text To Speech

નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2025: દેશમાં મની લોન્ડ્રીંગ અને તેની સાથે જોડાયેલો કેસો પર નજર રાખતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હાલમાં જ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA)સાથે જોડાયેલા આંકડા રજૂ કર્યા છે. ઈડીએ જણાવ્યું કે, આ કાયદા અંતર્ગત અત્યાર સુધીમાં 1.45 લાખ કરોડ રુપિયાની સંપત્તિઓ જપ્ત થઈ ચુકી છે. ઈડીના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 પહેલા નવ મહિનામાં જ 21370 કરોડની સંપત્તિ જપ્ત થઈ હતી. અહીં ઉલ્લેખનિય છે કે, PMLA કાયદાને 1 જુલાઈ 2005થી લાગૂ કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય ટેક્સ ચોરી, કાળા નાણાની જમાખોરી અને મની લોન્ડ્રીંગ જેવા ગંભીર ગુના પર લગામ લગાવવાનો હતો.

આ કાયદો બનાવ્યા બાદ એજન્સીએ અત્યાર સુધીમાં 911 લોકોની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં 44 કેસમાં PMLA અંતર્ગત 100 લોકોને દોષિત ઠેરવામાં આવ્યા છે. જેમાંથી 36 લોકોને ગત એપ્રિલથી ડિસેમ્બરની વચ્ચે દોષિત ઠેરવામાં આવ્યા છે. નામ ન જણાવવાની શરત પર એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા પાંચ છ વર્ષમાં ઈડીએ મની લોન્ડ્રીંગ વિરુદ્ધ પોતાની કાર્યવાહી ઝડપી બનાવી દીધી છે અને કેટલાય નેતાઓ, વેપારીઓ, હવાલા કારોબારીઓ, સાઈબર ગુનેગારો અને તસ્કરોની ધરપકડ કરી છે.

મોદી સરકાર આવ્યા બાદ થયો વધારો

ઈડીના આંકડા અનુસાર, 2024થી પહેલા ઈડીએ કૂલ 1.24 લાખ કરોડ જપ્ત કર્યા હતા, તેમાંથી મોટા ભાગની સંપત્તિ એટલે કે લગભગ 1.19 લાખ કરોડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ જપ્ત કરી છે. જો કે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈડીએ આ કાયદાનો દુરુપયોગ કર્યો છે અને વિપક્ષી પાર્ટીઓને ટાર્ગેટ બનાવે છે. તો વળી કેન્દ્રએ એજન્સીનો બચાવ કરતા કહ્યું કે, આ એક સ્વતંત્ર એજન્સી છે અને તેની તપાસ એકદમ નિષ્પક્ષ છે.

2024માં મળી આટલી સફળતા

ભ્રષ્ટાચારીનો શિકાર બનેલા પીડિતો અને બેન્કો જેવા માન્ય દાવેદારોને જપ્ત કરેલી સંપત્તિ પાછી તેમના સુધી પહોંચાડવામાં ઈડીને 2024માં મોટી સફળતા મળી છે. ઈડીએ અત્યાર સુધીમાં 22737 કરોડ રુપિયા માન્ય દાવેદારો સુધી પહોંચાડ્યા છે. તો વળી એપ્રિલ 2024થી અત્યાર સુધીમાં 7404 કરોડ રુપિયા પાછા કર્યા છે.

આ પણ વાંચો: CBIને મોટી સફળતા મળી: ગુજરાતમાંથી 77 કરોડનું કૌભાંડ કરી ભાગી જનારો આરોપી 20 વર્ષે ઝડપાયો

Back to top button