ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાશન કૌભાંડ કેસમાં EDએ બંગાળના કેબિનેટ મંત્રી જ્યોતિપ્રિય મલિકની કરી ધરપકડ

Text To Speech
  • હું એક મોટા ષડયંત્રનો શિકાર બની રહ્યો છું : કેબિનેટ મંત્રી જ્યોતિપ્રિય મલિક
  • EDએ મંત્રીની લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે કરી ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા ગુરુવારે પશ્ચિમ બંગાળના કેબિનેટ મંત્રી જ્યોતિપ્રિય મલિકની કથિત રાશન વિતરણમાં ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, “હું એક ગંભીર ષડયંત્રનો શિકાર છું.” EDની ટીમે ગુરુવારે સવારથી મંત્રી નિવાસસ્થાને સવારથી દરોડા પાડયા હતા અને આખો દિવસ તપાસ કર્યા બાદ અને મંત્રીની લાંબી પૂછપરછ કર્યા બાદ મોડી રાત્રે મંત્રી જ્યોતિપ્રિય મલિકની EDએ ધરપકડ કરી હતી. EDની ટીમ કોલકાતાના સોલ્ટ લેકમાં મંત્રીના ઘરે પહોંચી હતી. આ પછી EDના અધિકારીઓએ જ્યોતિપ્રિય મલિકની પૂછપરછ શરૂ કરી હતી, જે મોડી રાત સુધી ચાલુ હતી. જે બાદમાં EDએ તેમની કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી.

મંત્રી જ્યોતિપ્રિય મલિકની કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ

અહેવાલો મુજબ, EDએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિય મલિકની રાશન વિતરણમાં ભ્રષ્ટાચારના કથિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, ધરપકડ પછી, જ્યારે ED અધિકારીઓ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) કર્મચારીઓની મદદથી મંત્રી મલિકને લઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન કેબિનેટ મંત્રી મલિકે કહ્યું કે, તેને એક મોટા ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે.”

 

જ્યોતિપ્રિય મલિક વન વિભાગના રાજ્યમંત્રી તરીકે કાર્યરત

જ્યોતિપ્રિય મલિક હાલ બંગાળમાં મમતા બેનર્જીની સરકારમાં રાજ્યમંત્રી તરીકે વન વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે. અગાઉ તેમની પાસે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો હતો. ત્યારે મંત્રી જ્યોતિપ્રિય મલિકે રાશન વિતરણમાં ભ્રષ્ટાચાર આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ જાણો :રેશનિંગ વિતરણ કેસમાં પશ્ચિમ બંગાળના વન મંત્રી જ્યોતિપ્રિય મલિકના ઘરે EDના દરોડા

Back to top button