ટોપ ન્યૂઝનેશનલ

બ્રેકિંગ ન્યૂઝઃ EDએ મમતા બેનર્જીના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી, સહયોગીના ઘરેથી 20 કરોડની રોકડ મળી

Text To Speech

નેશનલ ડેસ્કઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી છે. શિક્ષક ભરતી કૌભાંડની તપાસના સંદર્ભમાં શુક્રવારે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના બે મંત્રીઓ સહિત લગભગ એક ડઝન લોકોના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીને પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના ઘરેથી લગભગ 20 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા.

EDના અધિકારીઓ શુક્રવારે સવારે પાર્થ ચેટરજીના ઘરે પહોંચ્યા હતા અને SSC કૌભાંડની તપાસના સંબંધમાં તેમની પૂછપરછ કરી હતી. કોલકાતા હાઈકોર્ટની ખંડપીઠે સરકારી સહાયિત શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. ED સરકારી સહાયિત શાળાઓ માટે શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતીમાં કથિત મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.

કોણ છે અર્પિતા મુખર્જી અને તેનો TMC સાથે શું સંબંધ છે?
1. EDએ જણાવ્યું છે કે, અર્પિતા મુખર્જી પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી પાર્થ ચેટરજીની નજીકની સહયોગી છે.
2. સુવેન્દ્ર અધિકારી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે, અર્પિતા મુખર્જી દક્ષિણ કોલકાતાની પ્રખ્યાત દુર્ગા પૂજા સાથે જોડાયેલ છે. કહેવાય છે કે દુર્ગા પૂજા સમિતિની જાહેરાતોમાં અર્પિતા મુખર્જીનો ચહેરો આગળ રહ્યો છે.
3. રિપોર્ટ અનુસાર અર્પિતા મુખર્જીએ કેટલીક બંગાળી, ઉડિયા અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
4. એવું માનવામાં આવે છે કે, અર્પિતા પાર્થને દુર્ગા પૂજા સમિતિ દ્વારા જ મળી હતી.
5. TMC એ સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે કે, અર્પિતા મુખર્જીને પાર્ટી સાથે કોઈ લેવાદેવા છે.

Back to top button