અમેરિકા-કેનેડામાં ઘુસણખોરી કેસમાં EDની કાર્યવાહી, અમદાવાદ સહિત 29 સ્થળો પર દરોડા

- 1.50 કરોડની બીન હિસાબી રોકડ રકમ, વીઝા કરવા માટે બોગસ બનાવેલા દસ્તાવેજો જપ્ત કર્યા
- એજન્ટો બોબી પટેલ, રાજુ પ્રજાપતિ, ભાવેશ પટેલ સહિત પાંચને ત્યાં દરોડા
- વ્યક્તિના 75 લાખ, કપલ હોય તો 1.25 કરોડ અને બાળકો હોય તો 1.50 કરોડ ચાર્જ કરતા
અમેરિકા-કેનેડામાં ઘૂસણખોરીના પ્રકરણમાં ઇડીના અમદાવાદ સહિત 29 સ્થળે દરોડા પડ્યા છે. ઇડીને મળતા પીએમએલએ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તેમાં એક હજાર કરોડની એન્ટ્રીઓ મળી છે. તેમાં 50 લાખની વિદેશી અને રૂ.1.50 કરોડની રોકડ જપ્ત કરાઇ છે.
આ પણ વાંચો: ગુજરાતના મોરબી શહેરમાંથી 1.84 કરોડની નશાયુક્ત કફ સીરપનો જથ્થો ઝડપાયો
એજન્ટો બોબી પટેલ, રાજુ પ્રજાપતિ, ભાવેશ પટેલ સહિત પાંચને ત્યાં દરોડા
અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ યુએસ અને કેનેડામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવનાર અમદાવાદના એજન્ટો ભરત ઉર્ફે બોબી પટેલ. રાજુ બેચરભાઇ પ્રજાપતિ અને ભાવેશ અશોકભાઇ પટેલ સહિત બીજા પાંચ એજન્ટોના રહેઠાણ અને ઓફિસમાં દરોડા પાડી ડિજિટલ ડેટા જપ્ત કર્યા છે. અમદાવાદ સહિત દેશભરમાં 29 સ્થળોએ દરોડા પાડીને 50 લાખનુ વિદેશી ચલણ જપ્ત કર્યુ છે. સીબીઆઇના દરોડા બાદ ઇડીએ યુએસ અને કેનેડામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવનારના ગુજરાતના કુખ્યાત એજન્ટો ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ અને સાગરિત ચરણજીત સિંગની ઓફિસ અને રહેઠાણે ઇડીના અધિકારીઓએ દરોડા પાડયા છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓને થશે લાભ, ગુજરાત યુનિવર્સિટીમાં 6 કોર્સ ઓનલાઈન ભણાવવામાં આવશે
1.50 કરોડની બીન હિસાબી રોકડ રકમ, વીઝા કરવા માટે બોગસ બનાવેલા દસ્તાવેજો જપ્ત કર્યા
ઇડીના અધિકારીઓએ દરોડા દરમિયાન 50 લાખનું વિદેશી ચલણ, 1.50 કરોડની બીન હિસાબી રોકડ રકમ, વીઝા કરવા માટે બોગસ બનાવેલા દસ્તાવેજો જપ્ત કર્યા છે. તમામ એજન્ટોએ ત્રણ વર્ષમાં 1500 જેટલા લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલ્યા છે જેની એક હજાર કરોડની એન્ટ્રીઓ ઇડીને મળતા પીએમએલએ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઇડીએ અમદાવાદમાં ઘાટલોડિયા, નારણપુરા,ગાંધીનગર ઉપરાત દિલ્હી, કોલકત્તા અને મહારાષ્ટ્રમાં પણ દરોડા પાડયા છે. ચારેય રાજ્યોના એજન્ટો મળીને ઇન્ટરનેશનલ રેકેટ ચલાવતા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
એક વ્યક્તિના 75 લાખ, કપલ હોય તો 1.25 કરોડ અને બાળકો હોય તો 1.50 કરોડ
બોબી પટેલ અને તેનો સાગરિત ચરણજીત સિંગ એક વ્યક્તિના 75 લાખ, કપલ હોય તો 1.25 કરોડ અને બાળકો હોય તો 1.50 કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા. એજન્ટો મેકિસકો, યૂરોપિયન કન્ટ્રી તેમજ યુએસ અને કેનેડાના એજન્ટો સાથે વોટ્સએપમાં બનાવી ગો-ઓન અમેરિકાની એપના માધ્યમથી સંપર્કમાં હતો. ઇડીના દરોડામાં બોગસ પાસપોર્ટ પણ મળી આવ્યા છે. અનેક ગુનામાં સંડોવાયેલો બોબી પટેલ પોલીસના હાથમાં આવ્યો ન હતો.