ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે EDની કાર્યવાહી : હરિયાણા-રાજસ્થાનમાં 13 સ્થળોએ દરોડા

  • EDએ પ્રખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર પકડ વધુ મજબૂત કરી
  • ખાલિસ્તાની સંગઠનો સાથે સાંઠગાંઠ અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ

નવી દિલ્હી, 5 ડિસેમ્બર : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર તેની પકડ વધુ મજબૂત કરી રહી છે. ED લોરેન્સ બિશ્નોઈ અને સુરેન્દ્ર ચીકુની નજીકના અન્ય લોકોના સ્થળો પર દરોડા પાડી રહી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રાજસ્થાન અને હરિયાણામાં લોરેન્સ બિશ્નોઈના નજીકના લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDએ 13 સ્થળો પર દરોડા પાડી રહી છે. જે લોકોના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમના પર ખાલિસ્તાની સંગઠનો સાથે સાંઠગાંઠ અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. સુરેન્દ્ર ચીકુને લોરેન્સ બિશ્નોઈનો જમણો હાથ માનવામાં આવે છે.

 

કેવી રીતે કરે છે મોટી કમાણી ?

મળેલી માહિતી મુજબ, હરિયાણા પોલીસે સુરેન્દ્ર ચીકુ અને તેના સહયોગીઓ વિરુદ્ધ અપહરણ, હત્યા, ખંડણી અને આર્મ્સ એક્ટનો કેસ નોંધ્યો છે. NIA તેની સામે પણ તપાસ કરી રહી છે. હવે EDએ પણ PMLA હેઠળ કેસ નોંધ્યો છે. સુરેન્દ્ર ચીકુ ગુનામાંથી કમાયેલા લોરેન્સ બિશ્નોઈના પૈસા સંભાળે છે. આ લોકો ખાણ, દારૂ અને ટોલ દ્વારા પૈસા કમાય છે.

NIAએ પણ પાડ્યા હતા દરોડા

અગાઉ NIAએ આ વર્ષે સપ્ટેમ્બરમાં લોરેન્સ બિશ્નોઈ અને તેના સહયોગીઓના ઘર પર દરોડા પાડ્યા હતા. લોરેન્સ બિશ્નોઈના સહયોગીઓએ મુખ્યત્વે ગેરકાયદેસર દારૂના વેચાણ અને જબરદસ્તી વસૂલી દ્વારા જંગી રકમ એકઠી કરી છે. NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ભારતના અન્ય રાજ્યોમાં વેપારીઓ અને દારૂના ઠેકેદારો પાસેથી નાણાંની ઉચાપત કરવામાં આવે છે. મોટાભાગની રકમ લોરેન્સ બિશ્નોઈના સહયોગીઓ દ્વારા તેમના પરિવારો અથવા સંબંધીઓના નામે ખેતીની જમીનો અને મિલકતોમાં રોકાણ કરવામાં આવી છે. આમાંથી થતા નફાનો ઉપયોગ ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે થાય છે.

વિદેશમાં ગેરકાયદે ધંધો ફેલાયો

ખાલિસ્તાની ગ્રુપ કથિત રીતે પંજાબ અને અન્ય રાજ્યોમાં સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા લોકોની ભરતી કરે છે. ચાર્જશીટ અનુસાર, 2019 અને 2021 વચ્ચે 13 વખત થાઈલેન્ડથી કેનેડામાં મોટી રકમ મોકલવામાં આવી હતી. NIA ખાલિસ્તાની તરફી પ્રવૃત્તિઓના નાણાકીય નેટવર્કને રોકવા માટે વધુ પ્રયાસો કરી રહી છે.

આ પણ જાણો :તમિલનાડુમાં ED અધિકારી 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો, ધરપકડ

Back to top button