અર્થવ્યવસ્થા પુરપાટ ઝડપે: ત્રીજા ક્વાર્ટરમાં 8.4% વૃદ્ધિ,જીડીપીએ મજબૂતી દર્શાવી
મુંબઈ, 29 ફેબ્રુઆરી : સરકારે ડિસેમ્બર ક્વાર્ટર માટે જીડીપી ડેટા જાહેર કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ વધીને 8.4 ટકા થયો છે. આંકડા મંત્રાલયે નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ક્વાર્ટર માટે આ ડેટા જાહેર કર્યો છે. અગાઉ, સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ 7.6 ટકા હતી. પહેલાથી જ એવી આગાહી કરવામાં આવી રહી હતી કે ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ નીચો રહી શકે છે, પરંતુ હવે આ આંકડો અપેક્ષા કરતા સારો છે.
ભારત Q3 જીડીપી ડેટા: અંદાજ શું હતો?
રિઝર્વ બેંકે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ 7 ટકા રહેવાની ધારણા છે. જયારે SBI દ્વારા તેના રિપોર્ટમાં વૃદ્ધિનો અંદાજ ઓછો આંકવામાં આવ્યો હતો. SBIના રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં GDP ગ્રોથ 6.7-6.9 ટકાની વચ્ચે રહી શકે છે. જ્યારે રેટિંગ એજન્સી ICRAએ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ માત્ર 6 ટકા રહેવાની આગાહી કરી છે. જે સૌથી નીચો છે.
કોર સેક્ટર ગ્રોથ 15 મહિનામાં સૌથી નીચો
દેશના 8 સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રોનો વિકાસ જાન્યુઆરીમાં ઘટીને 3.6 ટકા થયો હતો. છેલ્લા 15 મહિનામાં આ તેનું સૌથી નીચું સ્તર છે. અગાઉ ડિસેમ્બર 2023 માં, મુખ્ય ક્ષેત્રોની વૃદ્ધિ 4.9 ટકા (સુધારેલ) હતી. વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે 29 ફેબ્રુઆરીએ જાહેર કરેલા આંકડામાં આ માહિતી આપી છે.