બજેટ-2023બિઝનેસ

આર્થિક સર્વે : કેવી રીતે એક દિવસ પહેલાં જ બજેટની જોગવાઈઓ અંગે જાણી શકો છો ?

દેશમાં કેન્દ્રીય બજેટ પહેલાં કેન્દ્રીય નાણાંમત્રી વર્તમાન નાણાંકીય વર્ષનું આર્થિક સર્વેક્ષણ રજૂ કરે છે, જેમાં સરકારની આવક-જાવક, યોજના અમલીકરણ અને વિવિધ ક્ષેત્રનું પ્રદર્શન અને ભવિષ્યની રણનીતિનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. જેનાથી આગામી દિવસમાં બજેટ કેવું રહેશે તે જાણી શકાય છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું ચૂંટણી પહેલાનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ પહેલા 31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરુ થઇ રહ્યું છે. મંગળવારે સંસદની શરૂઆત સંસદના કેન્દ્રીય હોલમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના બંને ગૃહોના સંયુક્ત બેઠકના સંબોધનની સાથે થશે. સત્રના પ્રથમ દિવસે 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના ભાષણ પછી બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. આવો સમજીએ કે આ આર્થિક સર્વેક્ષણ શું છે, બજેટ કાર્યવાહીમાં આર્થિક સર્વેક્ષણનું શું મહત્વ છે અને તમે કેવી રીતે જાણી શકો છો કે બીજા દિવસે જાહેર થનાર બજેટમાં તમારા માટે કઈ જાહેરાતો થઇ શકે છે.બજેટ 2023 - Humdekhengenews

શું હોય છે આર્થિક સર્વેક્ષણ

આર્થિક સર્વે એ વર્તમાન નાણાંકીય વર્ષના લેખા-જોખા હોય છે. સરળ ભાષામાં સમજીએ તો સરકારનો રિપોર્ટ કાર્ડ હોય છે. સરકારને ક્યાંથી આવક થશે, ક્યાં ખર્ચ થશે, મોંઘવારી કેટલી રહેશે, કયો વિભાગ સફળ થયો અને કયો નિષ્ફળ આ બધાની જાણકારી આર્થિક સર્વેમાં હોય છે. એક બાજુથી આવનાર સામાન્ય બજેટની એક બાહ્ય તસ્વીર આર્થિક સર્વેક્ષણથી સામે આવી છે.

બજેટ 2023 - Humdekhengenews

બજેટ અને આર્થિક સર્વેમાં શું તફાવત છે?

આ વર્ષે 1 ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ જે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે તે આવનાર નાણકીય વર્ષ 2023-24 માટે હશે. પરંતુ મંગળવારે જે આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે તે ચાલુ વર્ષ 2022-23 માટે છે. જેમાં આખા વર્ષના આર્થિક લેખા-જોખા હશે. પ્રથમવાર દેશનું આર્થિક સર્વેક્ષણ 1950-51માં રજૂ કરવામાં આવ્યું હતું. 1964થી નાણા મંત્રાલય એક દિવસ પહેલા સર્વેક્ષણ જાહેર કરતું આવ્યું છે. આ રીપોર્ટને Department of Economic Affairs એટલે કે DEA તરફથી તૈયાર કરવામાં આવે છે.

બજેટ 2023 - Humdekhengenews

તમારા માટે આર્થિક સર્વેમાં શું ?

આર્થિક સર્વે રીપોર્ટ એક તરફથી સરકારનું રીપોર્ટ કાર્ડ હોય છે. અહીં એ જાણકારી પણ આપવામાં આવે છે કે મની સપ્લાયનો ટ્રેન્ડ શું છે. એ સિવાય કૃષિ, ઔદ્યોગિક ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર, નિકાસ, વિદેશી ચલણના મુદ્દા પર અર્થવ્યવસ્થાની વર્તમાન હાલત શું છે. આ દસ્તાવેજ સરકારનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ હોય છે. જે અર્થવ્યવસ્થાની મુખ્ય ચિંતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચો : Budget History : વિશ્વાસ ન થશે પણ પરણિત અને અપરણિત માટે હતો અલગ ટેક્સ સ્લેબ, જાણો શું હતું કારણ

 

એક દિવસ પહેલા જાણી શકો છો કે કેવું હશે બજેટ

આર્થિક સર્વે જોઇને તમે અનુમાન કરી શકો છો કે સરકારનું જોર આ વખતે ક્યાં વિભાગ પર વધુ હશે. આર્થિક સર્વેક્ષણના ડેટા અને વિશ્લેષણ સામાન્ય રીતે કેન્દ્રીય બજેટ માટે એક વ્યુહાત્મક દ્રષ્ટિકોણ પેદા કરે છે. જેના દ્વારા કઈ વસ્તુઓ માટે કઈ જોગવાઈ કરવામાં આવી રહી છે અને કઈ યોજના માટે સરકાર ખર્ચ કરવા જઇ રહી છે.

Back to top button