ગુજરાત

માઉન્ટ આબુ પાસે ઇકો કાર ભડકે બળી, મુસાફરો સમયસર ઊતરી જતા જાનહાનિ ટળી

Text To Speech

આબુઃ રાજસ્થાનના જાણીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુના રસ્તા ઉપર ઈકો ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ગાડીમાં આગ લાગતા જ મુસાફરો ઉતરી ગયા હતા. જેથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં કરવા પ્રયત્ન હાથ ધર્યા હતાં.

ઉનાળામાં ઠેરઠેર આગ લાગવાના અનેક બનાવ બનતા હોય છે. ત્યારે રાજસ્થાનના માઉન્ટ આબુ તરફ જતા રસ્તા પર પણ ઇકો ગાડીમાં અચાનક જ આગ લાગી હતી. આગ લાગતા જ ગાડી ભડકે બળવા લાગી હતી. આ સમયે જ ગાડીમાં સવાર તમામ લોકો સમયસર ઊતરી ગયા હતા જેને લીધે મોટી જાનહાનિ ટળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગના ગોટેગોટા જોવા મળ્યા હતા.

આ મામલે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યારે ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગના કારણે ગાડીમાં મોટું નુકસાન પહોંચ્યું હતું.

Back to top button