

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ફરી એકવાર ઘોર બેદરકારી સામે આવી અને લાખો વિધાર્થીઓની આટલા દિવસની મહેનત પાણીમાં ગઈ. જુનિયર ક્લાર્કની લેવાનારી આજની પરીક્ષા ગુજરાત પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખવામાં આવી છે.
આ પણ વાંચો : રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા, પેપર લીકનો વિદ્યાર્થીઓને ડર
મળતી માહિતી મુજબ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી આજની પરીક્ષા પેપરની નકલ સાથે એક યુવકની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. સબ સલામતના મોટા મોટા દાવા વચ્ચે લાખો વિધાર્થીઓની મેહનત પાણીમાં ગઈ.