ECIL, BELએ EVM, VVPAT ભાગોના ઉત્પાદકોના નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો, જાણો કેમ
નવી દિલ્હી, 24 એપ્રિલ: ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (ECIL) અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ EVM અને VVPAT ના વિવિધ ઘટકોના ઉત્પાદકોના નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ ‘વ્યાપારી વિશ્વાસ’ ટાંકીને RTI કાયદા હેઠળ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.કાર્યકર્તા વેંકટેશ નાયકે EVM અને VVPATs એસેમ્બલ કરવામાં ઉપયોગમાં લેવાતા વિવિધ ઘટકોના ઉત્પાદકો અને સપ્લાયર્સની વિગતો માંગતી RTI દાખલ કરી હતી.
માહિતી આપવાનો કર્યો ઇનકાર
RTIમાં ઘટકોના ખરીદ ઓર્ડરની નકલની માહિતી પણ માંગવામાં આવી હતી. જો કે, ECIL અને BEL એ RTIના જવાબમાં આને લગતી માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. VVPAT એ એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે, જેનો ઉપયોગ મતદારોને બતાવવા માટે કરવામાં આવ્યો હતો કે તેમનો મત યોગ્ય રીતે પડ્યો છે કે નહીં. મહત્ત્વનું છે કે, સંરક્ષણ મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના ECIL અને BEL ચૂંટણી પંચ માટે EVM અને VVPAT મશીનો બનાવે છે.
BELએ શું કહ્યું?
BEL એ તેના જવાબમાં જણાવ્યું હતું કે માંગવામાં આવેલી માહિતી વ્યાવસાયિક વિશ્વાસમાં છે. આ કારણોસર, RTI કાયદાની કલમ 8(1)(d) હેઠળ વિગતો આપી શકાતી નથી.
આ પણ વાંચો: EVM ઉપર મતદાતાઓને ભરોષો નથી તેનો ડેટા ક્યાંથી મળ્યો ? : સુપ્રીમ કોર્ટ