ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ આજે થશે જાહેર, ચૂંટણી પંચ યોજશે પ્રેસ કોન્ફરન્સ

Text To Speech

નવી દિલ્હી, તા. 7 જાન્યુઆરી, 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ આજે જાહેર થશે. ચૂંટણી પંચ દ્વારા બપોરે 2 કલાકે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. મતદાન ફેબ્રુઆરીના બીજા સપ્તાહની આસપાસ થવાની સંભાવના છે, જ્યારે પરિણામો 17 ફેબ્રુઆરીના રોજ અપેક્ષિત છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થવાના છે. આવી સ્થિતિમાં તેમની નિવૃત્તિ પહેલાં દિલ્હીની ચૂંટણીઓ પૂર્ણ થવાની અટકળો હાલ થઈ રહી છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં શું હતી સ્થિતિ

ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર જીત મેળવી હતી. આમ આદમી પાર્ટીને અહીં 70 બેઠકોમાંથી 62 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો હતો. કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી.

ભારતના ચૂંટણી પંચે સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો નોંધાયેલા છે. જેમાંથી 84,49,645 પુરુષ અને 71,73,952 મહિલા મતદારો છે.

4 જાન્યુઆરીએ, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાએ જામનગર હાઉસ ખાતે નવી દિલ્હીના જિલ્લા મેજિસ્ટ્રેટને મળ્યા હતા અને મતદારોના નામ કથિત રીતે હટાવવા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના આરોપોને નવી દિલ્હી જિલ્લા ચૂંટણી અધિકારીએ નકારી કાઢ્યા છે.

આ પણ વાંચોઃ નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, ભારતમાં પણ અનુભવાયા આંચકા

Back to top button