બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના પડઘાઃ અમદાવાદમાં VHP દ્વારા ધરણાં યોજાયા
અમદાવાદ, 30 નવેમ્બર, 2024: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અને ઈસ્કોનના વડાની ધરપકડના પડઘા ભારતમાં પડવાના શરૂ થયા છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ આ મુદ્દે આક્રમક વલણ અખત્યાર કરીને દેશમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. તે અંતર્ગત આજે અમદાવાદમાં પણ વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને બાંગ્લાદેશની ઘટનાઓ સામે વિરોધ દર્શાવ્યો હતો.
શહેરના આરટીઓ સર્કલ (RTO circle) પાસે આજે શનિવારે યોજવામાં આવેલા આ વિરોધ પ્રદર્શનમાં સંતો-મહંતો, આરએસએસ, વિહિંપ અને બજરંગ દળના આગેવાનો તથા ભાડજ ઈસ્કોનના સંત સહિત અન્ય નાગરિકો હાજર રહ્યા હતા.
સચોટ અને નિષ્પક્ષ સમાચાર મેળવવા અમારી ચેનલમાં જોડાવા માટે લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો તેમજ તોડવામાં આવી રહેલાં મંદિરોના વિરોધમાં વિહિંપ દ્વારા યોજવામાં આવેલા આ વિરોધ પ્રદર્શનમાં “બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો-બંધ કરો”, “સંતોની રક્ષા વિહિંપનો ધ્યેય”, “સનાતન ધર્મ કા અપમાન અબ નહીં સહેગા હિન્દુસ્તાન” અને “રોહિંગ્યા હટાવો, દેશ બચાવો” જેવા સૂત્રો લખેલાં પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાત સરકાર જાગીઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ “PMJAY- મા” યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ, જાણો શું થયું?