ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેની બેગોની EC અધિકારીઓએ કરી તપાસ, જૂઓ વીડિયો

  • CM એકનાથ શિંદે ચૂંટણી રેલીને સંબોધવા જઈ રહ્યા હતા, તે દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

નાસિક, 16 મે: ચૂંટણી પંચના અધિકારીઓએ મહરાષ્ટ્રના નાસિકના પંચવટી ખાતે મુખ્યમંત્રી એકનાથ શિંદેના સામાનની તપાસ કરી હતી. CM એકનાથ શિંદે એક ચૂંટણી રેલીને સંબોધવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના હેલિકોપ્ટરને રોકીને સીએમ શિંદેના સામાનની તપાસ કરવામાં આવી હતી. જોકે, બેગમાંથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી. આ પછી મુખ્યમંત્રી એકનાથ શિંદેને જવા દેવામાં આવ્યા હતા.

 

સંજય રાઉતે કર્યા હતા ગંભીર આક્ષેપો 

આ પહેલા શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી એકનાથ શિંદે રોકડ ભરેલી બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા હતા. શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ આ દાવાને ફગાવી દીધો હતો. સંજય રાઉતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં CM શિંદે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરી રહ્યા છે અને કેટલાક લોકો તેમની આસપાસ મોટી બેગ લઈને જઈ રહ્યા છે.

 

સંજય રાઉતના દાવા પર શિંદે જૂથનું નિવેદન

મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું હતું કે, જો તેઓ લોકોના સમર્થનનો દાવો કરે છે, તો તેમણે મતદારોને રીઝવવા માટે પૈસાની શું જરૂર છે. તેમણે કહ્યું કે, અધિકારીઓ પાસે અમારા હેલિકોપ્ટર તપાસવાનો સમય છે, પરંતુ આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શિંદે જૂથના શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે રાઉતના દાવાને નકારી કાઢતા કહ્યું કે, બેગમાં કપડાં હતા. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે કોઈ નેતા આવા પ્રવાસ પર જાય છે, તો કપડાંથી ભરેલી બેગ તેની સાથે લઈ જાય છે.

મહારાષ્ટ્રમાં 20 મેના રોજ 13 બેઠકો પર મતદાન

મહત્ત્વપૂર્ણ છે કે, લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મહારાષ્ટ્રમાં સોમવાર, 20 મેના રોજ 13 બેઠકો પર મતદાન થશે, જ્યાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અભિનેતા-રાજકારણી ભૂષણ પાટીલ અને સરકારી વકીલ ઉજ્જવલ નિકમ અગ્રણી ઉમેદવારોમાં સામેલ છે. .મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકો છે, જે ઉત્તર પ્રદેશ (80) પછી બીજા ક્રમે આવે છે.

આ પણ જુઓ: ”જો સ્વાતિ માલીવાલ ઈચ્છે તો હું તેમની સાથે ઉભી છું…’: પ્રિયંકા ગાંધી

 

Back to top button