ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘તલવાર-ઢાલ’ સામે થશે ‘મશાલ’નો મુકાબલો, શિંદે જૂથનું નવું ચૂંટણી ચિન્હ

Text To Speech

ઉદ્ધવ ઠાકરે બાદ હવે ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને ‘તલવાર અને ઢાલ’નું ચૂંટણી ચિન્હ ફાળવી આપ્યું છે. શિંદે જૂથ હવે આગામી પેટાચૂંટણી આ નિશાન પર લડશે.

ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથ માટે મશાલવાળું ચિન્હ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે તેમની પાર્ટીનું નામ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે રાખવામાં આવ્યું છે. ઉદ્ધવ બાદ ચૂંટણી પંચે એકનાથ શિંદે સમક્ષ ચૂંટણી ચિન્હ માટે ત્રણ વિકલ્પ માંગ્યા હતા. તે મુજબ આપવામાં આવેલા વિકલ્પોને આધારે શિંદે જૂથને ‘તલવાર અને ઢાલ’નું ચિન્હ આપવામાં આવ્યું છે. એકનાથ શિંદે જૂથને ‘બાળાસાહેબંચી શિવસેના’ નામ આપવામાં આવ્યું છે.

  • ચૂંટણી પંચે ફાળવ્યું નવું નિશાન
  • ઉદ્ધવ ઠાકરે જૂથને મળ્યું ‘મશાલ’નું ચિન્હ
  • એકનાથ શિંદે જૂથને મળ્યું ચૂંટણી નિશાન
  • ‘તલવાર-ઢાલ’ નિશાન પર લડશે ચૂંટણી

શિવસેનાના નેતાઓએ ખુશી વ્યક્ત કરી

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા ભાસ્કર જાધવે કહ્યું કે, ‘અમને ખુશી છે કે ત્રણ નામ જે હમારા માટે સૌથી વધુ મહત્વ રાખે છે- ઉદ્ધવજી, બાળાસાહેબ અને ઠાકરે, આ તમામને નવા નામમાં રાખવામાં આવ્યા છે.’ ભાસ્કર જાધવે વધુમાં કહ્યું કે આ મોટી જીત પર અમને ખુશી છે.

શિંદે જૂથને ‘બાળાસાહેબંચી શિવસેના’ મળ્યું નામ

ચૂંટણી પંચે ધાર્મિક મામલાનો ઉલ્લેખ કરતા ત્રિશૂલ અને ગદાને ચૂંટણી ચિન્હ તરીકે ઉપયોગ કરવાની અરજીનો અસ્વીકાર કર્યો હતો, અને પંચે શિંદે જૂથને એક નવું ચૂંટણી ચિન્હ પસંદ કરવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત એકનાથ શિંદે જૂથ માટે પાર્ટીના નવા નામ તરીકે ‘બાળાસાહેબંચી શિવસેના’ને મંજૂરી આપી છે.

શિવસેનાનું મૂળ ચૂંટણી ચિન્હ ઉપયોગ કરવાની મનાઈ

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ચૂંટણી પંચે ઉદ્ધવ અને શિંદે જૂથને શિવસેનાના ઓરિજનલ ચૂંટણી નિશાન ધનુષ- બાણને જપ્ત કરી લીધું હતું અને બન્નેને નવા નિશાન સાથે અંધેરી પેટાચૂંટણી લડવાની સલાહ આપી હતી. પંચના આદેશ બાદ ઉદ્ધવ અને શિંદેએ પોતપોતાની પસંદગી પ્રમાણેના ચૂંટણી નિશાન પંચને સુપ્રત કર્યાં હતા જેમાંથી પંચે એક ફાઈનલ નામ પર મંજૂરીની મહોર લગાવી હતી. 3 નવેમ્બરે અંધેરી બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે અને તે માટે હવે ઉદ્ધવ કે શિંદે જૂથ તેમને મળેલા નવા નિશાન સાથે ચૂંટણી લડશે.

Back to top button