બાળકો માટે પણ વધુ ખાંડ ખાવી સારી નથી, રહે છે ડાયાબિટીસનું જોખમ
- ખોરાકમાં વધુ ખાંડ માત્ર વડીલો કે વૃદ્ધોને જ નહિ, પરંતુ બાળકોને પણ એટલું જ નુકસાન કરી શકે છે. બાળકોના ડાયેટમાં થોડું ધ્યાન રાખો
HD ન્યુઝ ડેસ્કઃ મોટાભાગના લોકો એવું માને છે કે ખોરાકમાં વધુ ખાંડ માત્ર પુખ્ત વયના લોકોને જ નુકસાન કરે છે અને બાળકો તો ઈચ્છે એટલું ગળ્યું ખાઈ શકે છે, પરંતુ થોભો એવું બિલકુલ નથી. ખાંડ નાના બાળકોને પણ એટલું જ નુકસાન કરી શકે છે. બહુ ઓછા લોકો જાણે છે કે બાળક માટે ડાયાબિટીસનું જોખમ તેની માતાના ગર્ભાશયમાં ગર્ભધારણ થાય ત્યારથી જ શરૂ થઈ જાય છે. ત્યારબાદ બાળકોએ પણ સાવધાન રહેવું ખૂબ જ જરૂરી બની જાય છે. નિષ્ણાતો કહે છે કે બાળકોમાં પણ સંતુલિત પોષણને મહત્ત્વ આપવું જરૂરી છે, તેમના આહારમાં ફળો, શાકભાજી, આખા અનાજ, પ્રોટીનનો સમાવેશ થવો જોઈએ.
કઠોળ અને બદામ જેવા સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. પ્રોસેસ્ડ ફૂડનું સેવન મર્યાદિત કરીને બાળકોને હેલ્ધી રાખી શકાય. આમ કરવાથી તમે તેમનામાં ખાવાની સારી ટેવ વિકસાવો છો. જેના કારણે ભવિષ્યમાં તેમને સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયના રોગો જેવા લાઈફસ્ટાઈલ રિલેટેડ રોગોનું જોખમ ઓછું રહે છે. ખોરાકમાં પ્રોસેસ્ડ ફૂડ ઘટાડવાથી ખાંડનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે
આહારમાં વધારાની શુગર એટલે શું?
ખાંડનો ઉપયોગ ખાવા-પીવામાં મીઠાશ વધારવા માટે થાય છે. બજારમાં ઉપલબ્ધ અથવા ઘરે બનતી ખાદ્ય ચીજોમાં તેનો સમાવેશ થાય છે. ખાંડનો અર્થ માત્ર સફેદ ખાંડ જ નથી, ફળોના રસ અને શરબતમાં પણ મીઠાશ હોય છે. જો તમે તમારા બાળકને સાદું દૂધ, દહીં, ફળ કે શાકભાજી આપતા હો તો તેમના શરીરમાં એકસ્ટ્રા શુગરનું જોખમ જોખમ ઓછું થઈ જાય છે. બાળકોમાં વધુ પડતી ખાંડનું સેવન કરવાથી દાંતને પણ નુકસાન થઈ શકે છે. જે રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે અને વ્યક્તિ ઝડપથી બીમાર પડી જાય છે.
બાળકોના આહારમાં શુગરની માત્રા કન્ટ્રોલ કરવાની ટિપ્સ
બાળકને કોઈપણ ખોરાક અથવા પીણું આપતા પહેલા તે બોટલનું લેબલ ચેક કરો અને તેમાં શુગરનું પ્રમાણ તપાસો. બજારમાં ઉપલબ્ધ મોટાભાગના જ્યુસમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જ્યારે પોષક તત્ત્વો નહિવત હોય છે. આવા પીણાં બાળકોને મર્યાદિત માત્રામાં જ આપો.
પ્રોસેસ્ડ અનાજ અને સ્નેક્સથી બચો
જ્યારે તમે તમારા બાળકને નાસ્તામાં પ્રોસેસ્ડ ફૂડ આપો છો, ત્યારે તેમાં પોષણનું પ્રમાણ નહિવત હોય છે. બાળકોને આપતા પહેલા, તેના પર લખેલી શુગર કન્ટેન્ટની માત્રા વાંચો. યોગર્ટ અને સ્નેક્સ જેને હેલ્ધી ગણવામાં આવે છે તેમાં શુગરની વધુ માત્રા પણ હોઈ શકે છે.
તમારા બાળકને શાકભાજી અને ફળો ખાવાની ટેવ પાડો
કુદરતી ખોરાક હંમેશા પેસ્ટ્રી અથવા કેન્ડી કરતાં વધુ સારી પસંદગી હોય છે. આ માટે તેમને કેળા, સીઝનલ ફ્રુટ્સ ખાવાની ટેવ પાડો. બાળકોને સ્વાદ માટે પાસ્તા કે નૂડલ્સ બનાવી આપતી વખતે તેમાં વિવિધ પ્રકારના લીલા શાકભાજી સામેલ કરો.
આ પણ વાંચોઃ દુનિયામાં ડાયાબિટીસની રાજધાની બન્યું ભારત, પ્રી-ડાયાબિટીસ કેવી રીતે આગળ વધે છે તે જાણો
સગર્ભા સ્ત્રીઓ માટે સલાહ
જો તમે માતા બનવા જઈ રહ્યા છો, તો તમારા આહારમાં યોગ્ય માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરો. આમ કરવાથી તમે તમારા શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકશો. ફળોમાં કુદરતી મીઠાશ હોય છે, તેથી શુગરવાળા ખોરાકને બદલે દરરોજ એક સીઝનલ ફ્રુટ ખાવ. પુષ્કળ પ્રમાણમાં ફાઈબરનું સેવન કરો. આ માટે આહારમાં બ્રાઉન રાઈસ, ઓટ્સ, બાજરી અને અન્ય આખા અનાજ અને કઠોળનો સમાવેશ કરો. એક સમયે એક કપથી વધુ દૂધ ન પીવો, આમ કરવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે. સગર્ભા સ્ત્રીઓએ મીઠાઈઓનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. તેના બદલે તમારા આહારમાં કેટલાક હેલ્ધી સ્નેક્સનો સમાવેશ કરી શકો છો. એકવારમાં પેટ ભરવાને બદલે થોડી માત્રામાં ખાઓ, તેનાથી બ્લડ સુગર લેવલ અચાનક નહીં વધે.
યાદ રાખો, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવામાં થોડો સમય લાગશે, તેથી નાના પ્રયાસોથી શરૂઆત કરો જે તમારા અને તમારા બાળક બંને માટે ફાયદાકારક હશે.
આ પણ વાંચોઃ દેશમાં 50 ટકા લોકોને ખબર જ નથી હોતી કે તેમને ડાયાબિટીસ છે, આવા લક્ષણ જોવા મળે તો થઈ જાવ એલર્ટ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy