ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વધારે મીઠું ખાવાથી ફેલ થઈ શકે છે કિડની, આ લક્ષણો નજરઅંદાજ ન કરશો

  • વધારે મીઠું ખાવાથી હાર્ટ ફેલ અને કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે. ખોરાકમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ દુનિયાભરમાં અનેક ખતરનાક રોગોનું મૂળ બની રહ્યું છે

HD ન્યુઝ ડેસ્કઃ જે લોકો સ્વાદ વધારવા માટે તેમના ભોજનમાં વધુ પડતું મીઠું ઉમેરે છે તેમને ખ્યાલ હોવો જોઈએ કે વધુ પડતું મીઠું ખાવું હેલ્થ માટે ખૂબ જ જોખમી છે. વધારે મીઠું ખાવાથી હાર્ટ ફેલ અને કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે. ખોરાકમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ દુનિયાભરમાં અનેક ખતરનાક રોગોનું મૂળ બની રહ્યું છે.

તમે ભલે સ્વાદ પ્રમાણે મીઠું લેતા હોવ તો પણ જાણે-અજાણ્યે મીઠાનું વધુ પડતું સેવન તમારા શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. માનવામાં નહીં આવે, પરંતુ સત્ય છે કે દર વર્ષે હજારો લોકો તેમના ખોરાકમાં વધુ પડતું મીઠું ખાવાના કારણે અકાળે મૃત્યુ પામે છે. વધુ પડતું મીઠું ખાવાથી હાર્ટ ફેલ અને કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે. આ સિવાય મીઠું શરીરમાં વજન અને કબજિયાત જેવી સમસ્યાઓનું કારણ બને છે. જાણો વધુ પડતું મીઠું ખાવું શા માટે નુકસાનકારક છે?

મીઠું માત્ર ભોજનનો સ્વાદ જ વધારતું નથી પરંતુ મીઠામાં સોડિયમ અને ફ્લોરાઇડ નામના બે જરૂરી મિનરલ્સ પણ હોય છે, જે આપણા શરીર માટે જરૂરી છે, પરંતુ ખોરાકમાં વધુ પડતું મીઠું અથવા સોડિયમ હોવું પણ જોખમી બની શકે છે. તેનાથી લાંબા ગાળે ઘણી બીમારીઓ થવાનું જોખમ રહે છે.

વધુ પડતું મીઠું ખાવાથી ફેલ થઈ શકે છે કિડની, આ લક્ષણો નજરઅંદાજ ન કરશો hum dekhenge news

વધુ પડતું મીઠું ખાવાથી કયા રોગો થાય છે?

વધારે મીઠું ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા વધે છે. આપણા શરીરમાં વધુ પડતું સોડિયમ જમા થવાના કારણે શરીરમાં પાણીની માત્રા વધી જાય છે. આવી સ્થિતિમાં પફીનેસ અને બ્લોટિંગની સમસ્યા થાય છે. જેને એડિમા કહે છે. એડિમા થાય ત્યારે પગમાં સોજા આવવા લાગે છે. આ સિવાય વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. વધારે મીઠું ખાવાથી શરીરમાં પાણી જામી જાય છે, જેના કારણે લોહીનું પ્રેશર વધે છે અને હાઈ બીપી થઈ શકે છે. બ્લડ પ્રેશર વધે ત્યારે હૃદય અને કિડની પર દબાણ વધે છે. જેના કારણે હાર્ટ અને કિડની સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે.

કિડનીમાં પથરીનું જોખમ

વધુ પડતા મીઠાનું સેવન કરવાથી પણ કિડનીમાં પથરીનું જોખમ વધી જાય છે. વધારે મીઠું પેશાબમાં કેલ્શિયમની માત્રામાં વધારો કરે છે અને જ્યારે તે યુરિક એસિડ સાથે જોડાય છે ત્યારે તે ક્રિસ્ટલ બનાવે છે. જ્યારે આ ક્રિસ્ટલ વધવા લાગે છે, ત્યારે કિડનીમાં પથરી બને છે. તેથી તમારા ખોરાકમાં મીઠાની માત્રા મર્યાદિત કરો

 કેલ્શિયમની કમી

વધુ પડતું મીઠું ખાવાનો બીજો ખતરો એ છે કે શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે. જ્યારે તમે વધુ મીઠુ ખાઓ છો, ત્યારે તમે વધુ પાણી પીઓ છો. પાણી પીને તમારે વારંવાર પેશાબ કરવા જવું પડે છે. તેના કારણે જરૂરી મિનરલ્સ પણ શરીરમાંથી બહાર નીકળી જાય છે. આવી સ્થિતિમાં શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે. કેલ્શિયમ એ એક મહત્વપૂર્ણ ખનિજ છે જે તમારા હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે. આ સિવાય લોહીને ઘટ્ટ કરવા અને હાડકાંને મજબૂત કરવા માટે પણ કેલ્શિયમની જરૂર પડે છે.

આ રોગો પણ થઈ શકે છે

ખોરાકમાં મીઠાના વધુ પડતા સેવનથી વાળ ખરવા, કિડનીમાં સોજો, લકવો, એનિમિયા, સ્થૂળતા અને ગુસ્સો જેવી અનેક બીમારીઓ પણ થાય છે. વધુ પડતું મીઠું ખાવાથી હાડકાં નબળા પડે છે અને તે તૂટવાનું જોખમ રહે છે. તેથી ભોજનમાં મીઠું ઓછામાં ઓછું લેવું જોઈએ. ડબલ્યુએચઓ અનુસાર વ્યક્તિએ દરરોજ 3 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ.

આ પણ વાંચોઃ ડેંગ્યુમાંથી ફટાફટ રિકવરી મેળવવા ખાવ આ ખોરાક

Back to top button