ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

તહેવારોમાં ખૂબ ખાધુ ગળ્યું અને ફ્રાઈડ ફૂડ? તો હવે વારો બોડી ડિટોક્સ કરવાનો

  • ડિટોક્સિફિકેશનનો અર્થ છે તમારા શરીરને અંદર અને બહાર બંને જગ્યાએથી રિલેક્સ અને ક્લીન કરવું અને સાથે સાથે પોષણ પણ આપવું. કોઈ પણ પ્રસંગો કે તહેવારો બાદ બોડી ડિટોક્સ કરવાની એટલે જ જરૂર હોય છે. 

આપણા ત્યાં કોઈ પણ તહેવારમાં જાતજાતની વાનગીઓ, મીઠાઈઓ, તળેલી વસ્તુઓ ખાવામાં આવે છે. હોળીના તહેવારોમાં પણ લોકોએ આવો ખોરાક ખાધો જ હશે. ટેસ્ટી ફૂડ જોઈને ઘણી વખત વ્યક્તિ પોતાના મનને કન્ટ્રોલ કરી શકતી નથી. વ્યક્તિ જરૂરિયાત કરતા વધુ ખાઈ લે છે. જેના કારણે પાચનની ગરબડ થઈ શકે છે. આવા સમયે તમારે તહેવારો બાદમાં બોડીને ડિટોક્સ કરવાની ખૂબ જરૂર પડે છે. ડિટોક્સિફિકેશનનો અર્થ છે તમારા શરીરને અંદર અને બહાર બંને જગ્યાએથી રિલેક્સ અને ક્લીન કરવું અને સાથે સાથે પોષણ પણ આપવું. આ પ્રક્રિયામાં શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળીને સ્વસ્થ પોષકતત્વોનું સેવન કરવાનું સામેલ છે. કોઈ પણ પ્રસંગો કે તહેવારો બાદ બોડી ડિટોક્સ કરવાની એટલે જ જરૂર હોય છે.

હોળી બાદ બોડીને ડિટોક્સ કરવા અપનાવો આ રીત

detox

લીંબુ પાણી

ઓઈલી અને હેવી ફૂડ ખાધા બાદ જો તમને બેચેની અનુભવાતી હોય તો તમે લીંબુ પાણીનું સેવન કરી શકો છો. લીંબુ પાણી પાચનને બહેતર બનાવવામાં મદદ કરશે. તેના સેવનથી શરીરમાંથી ઝેરી તત્ત્વો પણ બહાર નીકળી જશે. તે તમને વેઈટલોસમાં પણ મદદ કરશે.

ડિટોક્સ ડાયેટ

હોળી પર ખાધેલા મઠરી, ગુજિયા, છોલે ભટૂરે કેલરીથી ભરપૂર હોય છે. હોળીની આ બધી ડિશ હેવી હોય છે, જેના કારણે અપચો થઈ શકે છે. આવા સંજોગોમાં તમારા આંતરડાને સાફ કરવા માટે ડિટોક્સ ડાયેટની પસંદગી કરો. આ માટે વોટર બેઝ્ડ ડિટોક્સ ડાયેટને ફોલો કરો. આમ કરીને તમે શરીરમાં રહેલા વધારાના ટોક્સિન્સથી છુટકારો મેળવી શકો છો અને બોડી હાઈડ્રેટ રહે છે.

મેડિટેશન

મેડિટેશન મનને શાંત કરવાની સાથે સ્ટ્રેસને પણ દૂર કરે છે. શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. મેડિટેશન કરતી વખતે લાંબા અને ઉંડા શ્વાસ લો. આમ કરવાથી શરીરને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળે છે.

ફળ ખાવ

ફળોમાં રહેલા વિટામીન અને મિનરલ્સ કોશિકાઓના નિર્માણ માટે ખૂબ જરૂરી હોય છે. આ ઉપરાંત ફળોમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ કોશિકાઓને ફ્રી રેડિકલ્સના નુકશાનથી બચાવે છે. આ કારણે મીઠાઈ ખાધા બાદ ખૂબ ફળ ખાવા જોઈએ.

તહેવારોમાં ખૂબ ખાધુ ગળ્યું અને ફ્રાઈડ ફૂડ? તો હવે વારો બોડી ડિટોક્સ કરવાનો hum dekhenge news

બોડી ડિટોક્સ કરવાની અન્ય રીતો

  • બોડીને ડિટોક્સ કરવાની સૌથી સરળ રીત છે પાણી પીવું. પાણી પીવાથી શરીરના ટોક્સિન્સ યૂરિનના રસ્તે બહાર નીકળી જાય છે.
  • જ્યારે ઓઈલી ફૂડ વધુ ખાઈ લીધું હોય ત્યારે થોડા દિવસ સુધી તળેલો ખોરાક અને મીઠી વસ્તુઓથી દૂર રહો
  • ડાયેટમાં ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ રિચ ફૂડની માત્રા વધારો.
  • પાચનમાં ગરબડ હોય તો તેને યોગ્ય કરવા માટે પ્રોબાયોટિકની મદદ લો. દહીં, કેળા, ટામેટા, ડુંગળી, લસણ વધુ ખાવ.

આ પણ વાંચોઃ આ પરેશાની હોય તો ભૂલથી પણ ન કરો ગોળનું સેવન, ગરમીમાં પડશો બીમાર

Back to top button