ફૂડહેલ્થ

ઘઉં નહીં રાગી અને મકાઇના લોટની રોટલી ખાવાથી મજબૂત બનશે હાડકા, વજન ઘટાડવામાં અસરકારક

Text To Speech

જ્યારે આપણું શરીર સ્વસ્થ હોય ત્યારે આપણે આપણું કામ સારી રીતે કરી શકીએ છીએ અને સ્વસ્થ શરીર માટે ખુબ જ જરૂરી છે કે આપણે જે આહાર લઈ રહ્યા છીએ તે પૌષ્ટિક હોય. જો આપણા આહારમાં રોટલી ના હોય તો આપણું પેટ સારી રીતે ભરાતું નથી. રોટલી પૌષ્ટિક આહારમાં ન્યૂટ્રિએન્ટ્સનું પ્રમાણ વધારે છે. જો તમે ઘઉંની રોટલી ખાઈ હવે કંટાળી ગયા છો તો આ ઉપરાંત રાગીની રોટલી અને મકાઈની રોટલી પણ ટ્રાય કરી શકો છો. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

રાગીની રોટલી ફાયદાકારક : ઘઉં ઉપરાંત જો તમે રાગીની રોટલીનું ઓપ્શન અપનાવી શકો છો જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. રાગીની રોટલીમાં પ્રોટિન, કેલ્શિયમ અને વિટામિન જેવા ઘણા ન્યુટ્રિએન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળે છે. વૃદ્ધ લોકો માટે રાગીની રોટલી ખુબ જ ફાયદાકારક છે અને તે સાંધાના દુ:ખાવાથી મુક્તિ અપાવે છે. તેને ખાવાથી હાડકા મજબૂત બને છે અને સાંધાના દુ:ખાવા દરમિયાન સોજા ઘટાડવામાં મદદ કરે છે. રાગીની રોટલીમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે અર્થરાઇટિસ જેવી સમસ્યાને ઘટાડવા માટે લાભદાયક સાબિત થાય છે.

મક્કાઈની રોટલીથી મળે છે ફાયદો : મક્કાઈની રોટલી ખાવાની સલાહ ડોક્ટર પણ આપે છે. તેમાં ફાયબર ભરપૂર પ્રમાણમાં મળે છે. મક્કાઈની રોટલી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને તે પેટના પાચન તંત્રને પણ સારું બનાવે છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો તેનો ઉપયોગ ખાવામાં કરી શકો છો. તેમાં પ્રોટિન અને સ્ટાર્ચ પણ ભરપૂર પ્રમાણમાં મળે છે. આ સાથે જ તેમાં મેંગેનીઝ, પોટેશિયમ, ઝિંક, આયરન, ફોસ્ફોરસ, કોપર, સેલેનિયમ, પોટેશિયમ અને વિટામિન-એ, બી, ઈથી ભરપૂર હોય છે. જે સાંધાના દુ:ખાવાથી રાહત અપાવે છે.

Back to top button