ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

મોડી રાતે ભોજન કરવુ  હેલ્થ માટે વોર્નિંગ બેલઃ હેલ્થને થશે ભયંકર નુકશાન

  • રાતે નવ વાગ્યા પછી જમવુ હેલ્થ માટે ખતરનાક સાબિત થઇ શકે છે
  • આજકાલ મોટાભાગના લોકોમાં સુગર અને મેદસ્વીતાની સમસ્યા જોવા મળે છે
  • સુગર અને મેદસ્વીતાના લીધે હાર્ટ સંબંધિત બિમારીઓ થવાનો ખતરો વધી જાય છે.

આપણે ઘણી વખત સાંભળ્યુ હશે કે આપણે ડિનર વહેલુ કરી લેવું જોઇએ, પરંતુ વિચારો આપણામાંથી કેટલા લોકો તે વાતને ફોલો કરતા હશે અને કેટલા લોકો એવા હશે જે મોડી રાતે જમતા હશે? ઘણા લોકો એવા હોય છે જેમનો ઓફિસથી આવવાનો સમય જ 10 વાગ્યાનો હોય છે. પછી તેઓ ડિનર કરે છે. રાતે નવ વાગ્યા પછી જમવુ હેલ્થ માટે ખતરનાક છે. ઘણા લોકો વીકેન્ડમાં રાતે જાગે અને સ્નેક્સનો ડબ્બો લઇને બેસી જતા હોય છે. આ બધી આદતો ખતરનાક સાબિત થઇ શકે છે.

મોડી રાતે ભોજન કરવુ આરોગ્ય માટે વોર્નિંગ બેલઃ હેલ્થને થશે ભયંકર નુકશાન hum dekhenge news

આજકાલ મોટાભાગના લોકોમાં સુગર અને મેદસ્વીતાની સમસ્યા જોવા મળે છે. શું તમે જાણો છો કે નાની ઉંમરમાં લોકોને આવી સમસ્યાઓ કેમ થાય છે? મોડી રાતે જમવાની આદત તમારુ શુગર, બીપી અને મેદસ્વીતા વધારી શકે છે. નિષ્ણાતો કહે છે કે રાતનું જમવાનું અને સુવા વચ્ચે લગભગ બેથી 3 કલાકનો સમય હોવો જોઇએ. તેના લીધે ખોરાકનું પાચન સરળતાથી થઇ જાય છે. જોકે મોટોભાગે લોકો આ વાતને ફોલો કરતા નથી. સુગર અને મેદસ્વીતાના લીધે હાર્ટ સંબંધિત બિમારીઓ થવાનો ખતરો વધી જાય છે.

મોડી રાતે ભોજન કરવુ આરોગ્ય માટે વોર્નિંગ બેલઃ હેલ્થને થશે ભયંકર નુકશાન hum dekhenge news

ગ્લુકોઝ અને મેટાબોલિઝમની સમસ્યા

મોડી રાતે જમવાના કારણે માણસના શરીરમાં ગ્લુકોઝ અને મેટાબોલિઝમની સમસ્યા થાય છે. આ કારણે શરીર શુગર, મેદસ્વીતા અને અન્ય ગંભીર બિમારીઓથી પીડાય છે.

નોર્મલ ફાસ્ટિંગ સ્ટેટમાં સમસ્યા

રાતે મોડા જમવાથી ભોજનને શરીરના નોર્મલ ફાસ્ટિંગ સ્ટેટમાં પહોંચવામાં ઘણો સમય લાગે છે. આ કારણે ભોજનને પચવામાં પણ તકલીફ પડે છે. નોર્મલ ફાસ્ટિંગનું તાત્પર્ય એક ભોજનથી બીજા ભોજનને કરવાનું હોય છે. આ માટે સામાન્ય રીતે આઠથી દસ કલાકનો સમય લાગે છે.

મોડી રાતે ભોજન કરવુ આરોગ્ય માટે વોર્નિંગ બેલઃ હેલ્થને થશે ભયંકર નુકશાન hum dekhengenews

મોડી રાતે ભૂખ લાગે તો શું ખાશો

આજના સમયમાં મોટાભાગના લોકો રાતના સમયે કામ કરે છે, જે કારણે રાતે ભૂખ લાગવી સ્વાભાવિક છે. આ કારણે લોકો પેક્ડ અને ફ્રાઇડ ફુડ ખાય છે. જે આરોગ્ય માટે યોગ્ય નથી. જો તમે પણ તેમ કરી રહ્યા હો તો તેનાથી બચવુ જોઇએ. જો ખાવુ જ પડે એમ હોય તમે ઘરનું સાદુ જમી શકો છો. ઘરના જમવામાં પણ તેલ, શુગર કે મસાલાની માત્રા વધુ ન હોવી જોઇએ. તમે રાતે ચા કે કોફી પીતા હો તો તેની સાથે શેકેલા મખના, અખરોટ કે સિડ્સ ખાઇ શકો છો.

આ પણ વાંચોઃ બનવા ઇચ્છો છો બાળકોના રોલ મોડલ? તો પેરેન્ટ્સ ફોલો કરે આ ટિપ્સ

Back to top button