શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાથી આવે છે હાર્ટએટેક
અમદાવાદ, 10 જાન્યુઆરી : શિયાળો હોય કે ઉનાળો કેટલાક લોકો દરેક ઋતુમાં ખૂબ ઠંડુ પાણી પીવે છે અથવા આઈસ્ક્રીમ ખાય છે. જો તમને પણ ઠંડુ પાણી પીવાની અને ઠંડી વસ્તુઓ ખાવાની આદત છે તો ચેતજો. ખૂબ ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. શિયાળામાં પણ જો તમે ઠંડુ પાણી પીતા હોવ તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઉનાળામાં ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવું કે બોટલમાં રાખવું સામાન્ય બાબત છે. પરંતુ, શિયાળામાં સામાન્ય પાણી વધુ ઠંડુ લાગે છે. તેથી શિયાળામાં ઠંડુ પાણી પીવાથી શરીરની અંદર ઘણી બીમારીઓ થઈ શકે છે. શિયાળામાં કેટલાક લોકો ઠંડુ પાણી પીવે છે તો કેટલાક લોકો આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પીવે છે. આવું બિલકુલ ન કરવું જોઈએ કારણ કે તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે.
આયુર્વેદ શા માટે ના પાડે છે?
આયુર્વેદમાં ઠંડી વસ્તુઓને સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી. શિયાળામાં ઠંડી વસ્તુઓ ખાવાની મનાઈ છે. ઠંડુ પાણી પીવાથી રક્ત પરિભ્રમણ ધીમું પડે છે. તેથી તેની અસર પાચનક્રિયા પર પડે છે. તેમજ પેટમાં ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. સાથે જ, ઉધરસ, શરદી, ગળામાં દુખાવો અને છાતીમાં કફ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
શિયાળામાં વધુ પડતું ઠંડુ પાણી કે વસ્તુઓ ખાવાથી પેટ પર તેની અસર:
સ્થૂળતા વધે છે
જો તમે શિયાળામાં વધુ પડતો ઠંડો ખોરાક અને ઠંડુ પાણી પીતા હોવ તો શરીરમાં જમા થયેલી ચરબીને ઓગળવામાં સમય લાગે છે. જેના કારણે સ્થૂળતા ઝડપથી વધે છે. સ્થૂળતા ઘટાડવા માટે ઠંડા પાણીના બદલે ગરમ પાણીનો ઉપયોગ કરો જે ચરબીને પણ ઓગાળે છે.
હૃદયના ધબકારામાં ફેરફાર
શિયાળામાં ખૂબ ઠંડુ પાણી પીવાથી હૃદયના ધબકારા વધી શકે છે. અને તે નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. ઠંડા પાણીની સીધી અસર વેગસ નર્વ પર પડે છે. જેના કારણે હૃદયના ધબકારામાં ફેરફાર થતાં હાર્ટ એટેકનું જોખમ પણ વધે છે.
ઇલેક્ટ્રોલાઇટ્સ પર અસર
વધુ પડતું ઠંડુ પાણી પીવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન બગડે છે. જેના કારણે શરીર ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બને છે.
આળસ અને થાક
જે લોકો વધુ પડતું ઠંડુ પાણી પીવે છે, તેમનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે. જેના કારણે થાક, આળસ અને નબળાઈ આવવા લાગે છે. ઘણી વખત ઊર્જા અચાનક જ ઓછી થવા લાગે છે.
પેટમાં ચેપ
પેટમાં કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન હોય તો પાચનતંત્ર ધીમું પડી જાય છે. તેથી ઠંડુ પાણી પીવાનું ટાળો. ઠંડુ પાણી પીવાથી પેટ ચુસ્ત બને છે. પેટમાંથી અવાજ આવવા લાગે છે. આ ગંભીર રોગોના સંકેતો હોઈ શકે છે.
આ પણ વાંચો : શા માટે બીજાને બગાસું ખાતા જોયા પછી આપણને પણ બગાસું આવે છે?