ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઠંડીમાં ગુંદરના લાડુ ખાવાના નુકશાન પણ હોઈ શકે છે!

Text To Speech
  • ગુંદરના લાડુમાં પ્રોટીન, ફોલિક એસિડ, કેલ્શિયમ અને હેલ્ધી ફેટ્સ હોય છે. ગરમીમાં પણ ગુંદર ખવાય છે, પરંતુ ઠંડીની સીઝનમાં તેનું સેવન વધી જાય છે.

ઠંડી આવે એટલે લોકો ગુંદર પાક કે ગુંદરના લાડુ બનાવીને તેનું સેવન કરે છે, ફક્ત ઠંડીમાં નહીં, પરંતુ લેડીઝ માટે ડિલીવરી પછીના સમયમાં તેમજ કોઈ પણ સીઝનમાં ગુંદરનું સેવન કરવામાં આવે છે. તે લાડુમાં, પેંદમાં, બરફી, મીઠાઈ, ખજુર પાક, મેથી પાક, અડદિયામાં ઉપયોગમાં લેવાય છે. તે હેલ્થ માટે ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, ફોલિક એસિડ, કેલ્શિયમ અને હેલ્ધી ફેટ્સ હોય છે. ગરમીમાં પણ ગુંદર ખવાય છે, પરંતુ ઠંડીની સીઝનમાં તેનું સેવન વધી જાય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે. કેટલાક લોકો તેને ડાયટમાં સામેલ કરવાનું જરૂરી માને છે. તેને સ્મુધી, શેક અને દુધમાં નાંખીને ખાવામાં આવે છે.

આરોગ્ય માટે ફાયદાકારક કહેવાતો ગુંદર રોજ ખાવાથી નુકશાન પણ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં ગુંદરનું સેવન કરવાથી હેલ્થને નુકશાન પહોંચે છે. ગુંદરની કેટલાક લોકોમાં એલર્જી પ્રતિક્રિયા પણ જોવા મળે છે. તે આરોગ્યને લાભની જગ્યાએ નુકશાન ક્યારે પહોંચાડે છે તે જાણો.

ઠંડીમાં ગુંદરના લાડુ ખાવાના નુકશાન પણ હોઈ શકે છે! hum dekhenge news પેટ સંબંધિત પરેશાનીઓ

હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે ગુંદરને પચાવવો મુશ્કેલ છે. તે ખાવામાં ઘણો ચીકણો હોય છે. જે લોકોને ગેસ, બ્લોટિંગ કે અપચાની પરેશાની હોય તેણે ગુંદરનું સેવન ન કરવુ જોઈએ. આ કારણે તે નસ અને આંતરડામાં જ રહી જાય છે અને તેના કારણે પાચન પણ પ્રભાવિત થાય છે.

એલર્જીની સમસ્યા

ગુંદરથી એલર્જીના કેસ સામે આવ્યા નથી, પરંતુ તેને ખાવાથી એલર્જીની સમસ્યા જોવા મળે છે. આ કારણે ખંજવાળ, ફોડલીઓ, સ્કીન પર ચકતા જેવી સમસ્યાઓ જોવા મળે છે. જો તમને કોઈ એલર્જી હોય તો ગુંદર ડોક્ટરને પુછ્યા વગર ન ખાવ

ઠંડીમાં ગુંદરના લાડુ ખાવાના નુકશાન પણ હોઈ શકે છે! hum dekhenge news

પ્રેગનન્સીમાં સમસ્યા

ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરને પુછ્યા વગર ગુંદરનુ સેવન ન કરવુ જોઈએ. તેના કારણે પ્રેગનન્સીમાં અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. પ્રેગનન્ટ મહિલાઓએ ગુંદરનું સેવન કરતા પહેલા ડોક્ટર પાસેથી જાણકારી લેવી જોઈએ. ગુંદર ખાધા બાદ ગર્ભવતી મહિલાઓને ઉલ્ટી કે ગભરામણ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ પણ વાંચોઃ યુવાનો, હાર્ટ એટેકનો ખતરો ઘટાડવા માટે તમારી આ આદતો બદલી દો

Back to top button