ફૂડહેલ્થ

ઝડપથી ખાવાનું ખાવાથી થઈ શકે છે આપણી હેલ્થને નુકસાન, રહો એલર્ટ

Text To Speech

અનેક લોકો ધીરે ધીરે અને આરામથી ખાવાનું ખાવાની આદત ધરાવે છે. કેટલાકો લોકો જલ્દી ખાવાનું ખાવાની આદત રાખે છે. પણ શું તમે જાણો છો કે તમારી ખાવાની આદત તમારી લાઇફસ્ટાઈલ પર અસર કરે છે જો તમારી પાસે સમય ઓછો હોય છે ત્યારે તમે ઝડપથી ખાવાનું ખાઈ લેતા હોવ છો જે તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. તો જાણો સ્વાસ્થ્યની સાથે જોડાયેલી સમસ્યાઓ વિશે.

શરીરને પૂરતું પોષણ મળી શકતું નથી : ઝડપથી ખાવાનું ખાવાથી ઓવર ઈટિંગની સમસ્યા થઈ શકે છે. ઉતાવળમાં ખાવાનું ખાવાથી શરીરને પોષક તત્વો મળતા નથી. જ્યારે આપણે જલ્દી ખાવાનું ખાઈએ છીએ તો આપણને અંદાજ હોતો નથી કે આપણે કેટલા પ્રમાણમાં ખાવાનું ખાઈ રહ્યા છીએ. આ ઓવરઈટિંગનું કારણ બની શકે છે. તેનાથી વજન વધે છે અને સાથે અનેક બીમારીઓ ઘેરી લે છે.

મગજને મળે છે ખોટો મેસેજ : જ્યારે તમે ઝડપથી ખાવાનું ખાઓ છો તો તમે મગજને આ મેસજ પણ મળતો નથી કે તમારું પેટ ભરેલું છે કે તમને હજુ પણ ભૂખ છે.
ઝડપથી વધશે વજન : જો તમે યોગ્ય રીતે ડાયટને ફોલો કરી શકતા નથી તો તમારું વજન ઝડપથી વધે છે. ખાવાનું ખાતી સમયે ભોજનને સારી રીતે ચાવીને ખાઓ છો તો શરીરને પોષક તત્વો મળે છે અને સ્થૂળતાની સમસ્યા પણ ઘેરતી નથી.

ડાઈજેશન પર અસર : તેનાથી પાચનતંત્ર પર અસર થાય છે. ઉતાવળમાં લોકો ક્યારેક મોટા કોળિયા ભરીને ખાવાનું ખાઈ લેતા હોય છે. અનેક વાર પાણી પીને ખાવાનું ખાઈ લેતા હોય છે. એવામાં ખાવાનું સરળતાથી પચી શકતું નથી અને અનેક સમસ્યાઓ થવા લાગે છે. પાચનતંત્ર પણ સરળતાથી પ્રભાવિત થાય છે.
વધે છે ડાયાબિટિસનો ખતરો : જલ્દી ખાવાથી લોહીમાં શુગરનું પ્રમાણ અચાનક વધી જાય છે. ફરી ઈન્સ્યુલિન પ્રતિરોધક સમસ્યાઓ વધવા લાગે છે. તેનાથી ડાયાબિટિસની બીમારીનો ખતરો વધે છે.

Back to top button