ખોટા સમયે ખાવાથી વધે છે વજન: શું છે લંચ , ડિનર અને બ્રેકફાસ્ટનો સાચો સમય?
- આજકાલ વેઇટ લોસ બન્યો છે ક્રેઝ
- મોડી રાતના ડિનરના છે નુકશાન
- એક જ સમયે ખાશો તો થશે ફાયદો
આજકાલ જ્યાં જુઓ ત્યાં લોકો વેઇટ લોસની વાત કરતા જોવા મળતા હોય છે. આજે વજન ઘટાડવું એક ક્રેઝ બન્યો છે. વજન કે ચરબી ઘટાડવા માટે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવુ પડે છે. માત્ર હેલ્ધી ખાવુ પુરતુ નથી, પરંતુ કયા સમયે ખાવુ તે વધુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા રિસર્ચમાં સાબિત થયુ છે કે મોડી રાતે ડિનર કરવાના શું નુકશાન હોય છે. એટલું જ નહીં, કેટલાક ફિટનેસ એક્સપર્ટ્સ કહે છે કે જો તમે વજન ઘટાડવા ઇચ્છતા હો તો રોજ એક જ સમયે ખાવ. તે તમારી સર્કેડિયન રિધમ માટે સારુ છે. જો તમે એ વાત પર ધ્યાન નહીં આપો તો વેઇટ લોસ માટેની તમારી મહેનત બેકાર થઇ શકે છે.
મોડા જમનારા લોકોમાં ફેટ વધે છે
રિસર્ચમાં સામે આવ્યુ છે કે જે લોકો સમય કરતા મોડા જમે છે, તેમને ભૂખ વધુ લાગે છે. તેમનુ ભુખને ઘટાડતુ હોર્મોન ઘટે છે અને ફેટ વધુ જમા થાય છે. ફેટ પણ ઓછી બર્ન થાય છે. આ અભ્યાસ પરથી કન્ફર્મ થયુ છે કે મોડા જમવાથી ચરબી અને વજન વધે છે.
બ્રેકફાસ્ટ કરવાનો સમય
વજન ઘટાડનારા લોકો માટે બ્રેકફાસ્ટ મુખ્ય હોય છે. મોટાભાગના ફિટનેસ એક્સપર્ટ્સ માને છે કે તમારે જાગવાના અડધા કલાકની અંદર બ્રેકફાસ્ટ કરી લેવો જોઇએ. સવારે 6થી લઇને 9 વાગ્યા સુધી નાસ્તો કરી લો. તેમાં પ્રોટીનની માત્રા વધુ રાખો. આમ કરવાથી શરીરમાં ફેટ જમા નહીં થાય. સવારનો નાસ્તો કર્યા બાદ જો તમને ભુખ લાગે તો ફળ ખાઇ લો.
લંચનો યોગ્ય સમય
આપણે જે ખાઇએ છીએ તેને પચવામાં ચાર કલાક લાગે છે. તમે સવારે 9 વાગ્યે નાસ્તો કર્યો હોય તો તમને 1 વાગે ભુખ લાગે છે. તમારે 1થી 2ની વચ્ચે નાસ્તો કરી લેવો જોઇએ. જો તમે સવારે 8 વાગ્યે નાસ્તો કરતા હો તો 1 થી 2ની વચ્ચે લંચ કરી લેવુ જરૂરી છે. જલ્દી લંચ કરવાથી વેઇટલોસમાં મદદ મળે છે.
જલ્દી કરો ડિનર
જો તમે 1 વાગ્યે લંચ કરી રહ્યા હો તો 4 વાગ્યે કંઇક હળવુ ખાઇ શકો છો. જેમકે ચણા, બે બિસ્કિટ, ડ્રાયફ્રુટ, એકાદ ફ્રુટ કે પછી ગ્રીન ટી. જે વ્યક્તિઓ વજન ઘટાડવા ઇચ્છતી હોય તેમણે સાંજે 5થી 7 વાગ્યાની વચ્ચે ડિનર કરી લેવુ જોઇએ. ડિનર અને સવારના જમવામાં 12થી 14 કલાકનો ગેપ હોવો જોઇએ. તેના ઘણા ફાયદા થાય છે. તમારા શરીરમાં ઇન્ફ્લેમેશન ઘટે છે, જેના કારણે મોટી બિમારીઓ થતી નથી અને તમારી ઉપર ઉંમરની અસર ધીમી થાય છે.
આ પણ વાંચોઃ જવાની ટકાવી રાખવા 30ની ઉંમરથી જ ખાવ આ સુપરફૂડ્સ