ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ગરમીમાં ખૂબ ખાવ તરબૂચ, ડિહાઈડ્રેશનથી બચાશે અને થશે અનેક ફાયદા

  • મોટાભાગના લોકો એવું વિચારે છે કે તરબૂચ ખાવાથી શરીરમાં માત્ર પાણીની ઉણપ દૂર થાય છે, પરંતુ તરબૂચના ગુણો આના કરતા અનેક ગણા વધારે છે. તરબૂચ હાડકાંને મજબૂત બનાવવામાં અસરકારક છે

ગરમીના દિવસોમાં માર્કેટમાં તરબૂચ મોટા પ્રમાણમાં જોવા મળે છે. મોટાભાગના લોકો એવું વિચારે છે કે તરબૂચ ખાવાથી શરીરમાં માત્ર પાણીની ઉણપ દૂર થાય છે, પરંતુ તરબૂચના ગુણો આના કરતા અનેક ગણા વધારે છે. તરબૂચ હાડકાંને મજબૂત બનાવવામાં અસરકારક છે, તે પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. તરબૂચમાં મળતા પોષક તત્વો ઉનાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. તરબૂચ હૃદયને સ્વસ્થ બનાવવાની સાથે વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.

તરબૂચ ખાવાના ફાયદા

ગરમીના દિવસોમાં ખૂબ ખાવ તરબૂચ, ડિહાઈડ્રેશનથી બચાશે અને થશે અનેક ફાયદા hum dekhenge news

ડીહાઈડ્રેશન કરે છે દૂર

ઉનાળાની ઋતુમાં ઘણીવાર શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે. તેને દૂર કરવા માટે તરબૂચનું સેવન ફાયદાકારક છે. તરબૂચમાં 90 ટકાથી વધુ પાણી હોય છે, તેથી તરબૂચ ખાવાથી શરીર ઝડપથી હાઈડ્રેટ થાય છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરને એનર્જીથી ભરી દે છે.

હૃદયને સ્વસ્થ રાખે છે

તરબૂચમાં સાઈટ્રાલાઈન નામનું એમિનો એસિડ હોય છે, જે બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. તેનાથી હાઈ બીપી કંટ્રોલ થાય છે. તરબૂચનો રસ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું પણ કામ કરે છે. તેને ખાવાથી અથવા તેનો રસ પીવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ પણ ઘટે છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક

આજકાલ વધતું વજન એક મોટી સમસ્યા છે. વજન ઘટાડવામાં તરબૂચનું સેવન ફાયદાકારક છે. તે એક હાઈ ફાઇબર ફળ છે અને તેમાં બહુ ઓછી કેલરી છે. તરબૂચ ખાવાથી પેટ ભરાઈ જાય છે અને ક્રેવિંગ ખતમ થાય છે. નિયમિત રીતે તરબૂચ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

કબજિયાત દૂર કરે છે

કબજિયાતની સમસ્યા આજે એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવી છે. તરબૂચનું સેવન કબજિયાત દૂર કરવા માટે ફાયદાકારક છે, કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તરબૂચ એનર્જી બૂસ્ટર છે અને થાક દૂર કરે છે.

હાડકાંને મજબૂત બનાવે છે

તરબૂચ હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. તરબૂચ અને તેના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. તરબૂચમાં ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, ઝિંક, પોટેશિયમ પણ મળી આવે છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

ઈમ્યુનિટી બૂસ્ટર

ઉનાળામાં તરબૂચ ખાવાથી ઈમ્યુનિટી વધારવામાં પણ મદદ મળે છે. તરબૂચમાં વિટામિન સી અને વિટામીન એનું સારું પ્રમાણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સંક્રમણથી બચાવે છે.

આ પણ વાંચોઃ કુનોની માદા ચિત્તા ગામીનીએ 6 બચ્ચાઓને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ વીડિયો

Back to top button