નાસ્તામાં ખાવ આ એક વસ્તુઃ ફેટ જાતે જ ઓગળતી રહેશે
- વેઇટ લોસ કરવા શું ખાવુ તે સૌથી વધુ ચર્ચાતો સવાલ છે
- દરેક વ્યક્તિ એક્સર્સાઇઝ વગર ડાયેટ દ્વારા વજન ઉતારવા ઇચ્છે છે
- ઓટ્સ ખાઇને તમને ચરબી ઓગાળી શકો છો
વેઇટ લોસ કરવુ હોય તો નાસ્તામાં શું ખાવુ જોઇએ. આવા સવાલો અનેક લોકોને થતા હશે. શું તમે જાણો છો કે ફેટ બર્ન કરનારા ફુડ કયા છે. વેઇટ લોસ માટે શું ખાવુ. આ તમામ સવાલ સૌથી વધુ શોધવામાં આવે છે. મોટાભાગના લોકો એક્સર્સાઇઝ કર્યા વગર માત્ર અમુક વસ્તુ ખાઇને જ વેઇટ લોસ કરવા ઇચ્છે છે. તેથી આ વસ્તુ અંગે જાણવા જેવુ છે જે ખાવાથી આખો દિવસ ચરબી ઓગળતી રહે છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ તેનાથી બેલી ફેટ પણ ઘટશે.
સવારે કરો ઓટ્સનો નાસ્તો
વેઇટલોસ માટે બ્રેકફાસ્ટમાં ઓટ્સ ખાવા જોઇએ. એક અભ્યાસ મુજબ આ ફુડ ખાવાથી આખો દિવસ પેટ ભરાયેલુ હોય તેવુ લાગે છે. તેના કારણે તમે જંકફુડ કે ફેટ વધારતી વસ્તુઓથી દુર રહી શકો છો. તેનાથી તમારો કેલરી ઇનટેક ઘટે છે, જે વજન ઘટાડવા માટે જરૂરી છે.
ઓટ્સમાં હોય છે હાઇ ક્વોલિટી પ્રોટીન
ઓટ્સમાં હાઇ ક્વોલિટી પ્રોટીન હોય છે. તેમાં બેલેન્સ એમિનો એસિડ હોય છે. જ્યારે તમે વેઇટ લોસ કરો છો તો મસલ્સની જગ્યાએ માત્ર ચરબી જ ઘટે છે. તમે મસલ્સ વધારીને વધુ તંદુરસ્ત દેખાઇ શકો છો. તેમાં ફાઇબર અને કાર્બ્સ હોય છે, જે ડાઇજેશનને યોગ્ય રાખીને પેટને સ્વસ્થ રાખે છે. ઓટ્સ કાર્બ્સનો હેલ્ધી સોર્સ છે. તે તમને આખો દિવસ એનર્જી આપે છે. તમને થાક પણ લાગતો નથી.
ફેટ થશે બર્ન
ઓટ્સમાં ફાઇબર હોય છે, તેને બ્રેકફાસ્ટમાં ખાવાથી મેટાબોલિઝમ તેજ થાય છે. વેઇટ લોસ કરવા માટે મેટાબોલિઝમને તેજ રાખવુ જરૂરી છે. તે ફેટ બર્ન થવાની ગતિ નક્કી કરે છે. ઓટ્સ ખાઇને તમારે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરવી પડશે. સવારે ઓટ્સનો નાસ્તો કર્યા બાદ સાંજ સુધી તમારે જમવાનું નથી. આ ફાસ્ટિંગનો સમયગાળો તમે પહેલા છ કલાકથી શરૂ કરીને 12થી 14 કલાકનો કરી શકો છો.
આ પણ વાંચોઃ આ વસ્તુઓને ફ્રિજમાં ભુલમાંથી પણ સ્ટોર ન કરતા