શરીરમાં જામેલા Bad Cholesterol ને ઘટાડવા ખાવ આ ફળો
આજની બિઝી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાણીપીણીની વસ્તુઓના કારણે લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરતા હોય છે. કોલેસ્ટ્રોલ લોહીમાં રહેલો વેક્સ જેવો પદાર્થ હોય છે. ખાસ કરીને આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ મળી આવે છે. જેને ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ કહેવાય છે. ગુડ કોલેસ્ટ્રોલ લોહીમાં જામી જતા ફેટને ઘટાડે છે અને આપણી ધમનીઓને સાફ કરે છે. જેથી હ્રદય સુધી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઇ શકે. બેડ કોલેસ્ટ્રોલને ખુબ જ ખતરનાક માનવામાં આવે છે. તેનું લેવલ વધવા પર તે ધમનીઓમાં જામવા લાગે છે અને આ કારણે હ્રદય સુધી જતો લોહીનો પ્રવાહ ઘટી જાય છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો રહે છે.
એવી ઘણી બધી વસ્તુઓ છે જે ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે. જેમકે જંકફુડ, ફ્રાઇડ ફુડ વગેરે. ડાયેટમાં ફાઇબરયુક્ત ફ્રુટ્સ, શાકભાજી અને સાબુત અનાજને સામેલ કરવા જોઇએ, જે બેડ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે. કેટલાક ફળોમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ લેવલને વધતા રોકી શકાય છે. તો આજથી જ ડાયેટમાં સામેલ કરો આ ફળો.
અવોકાડો
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અવોકાડોનુ સેવન જરૂર કરવુ જોઇએ. અવોકાડોમાં વિટામીન કે, સી, બી5, બી6, ઇ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે તમારા હાર્ટને હેલ્ધી રાખવાની સાથે સ્ટ્રોકના ખતરનાને ઘટાડે છે. તે શરીરમાં ગુડ ફેટ અને બેડ ફેટના લેવલને મેનેજ કરે છે.
ટામેટા
ટામેટા અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં વિટામીન એ, બી, કે અને સી મળી આવે છે. તે સ્કિન, આંખો અને દિલ માટે ફાયદાકારક છે. તેમાં પોટેશિયમની માત્રા સારી એવી હોય છે. તે કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને સ્ટ્રોકના ખતરાને ઘટાડે છે.
સફરજન
ડોક્ટર્સ રોજ એક સફરજન ખાવાની સલાહ આપે છે. કેમકે તેને ખાવાથી ઘણા પ્રકારની બિમારીઓના ખતરાને ઘટાડી શકાય છે. તે કોલેસ્ટ્રોલ લેવલને પણ કન્ટ્રોલ કરે છે. સફરજનમાં પેક્ટિન નામનુ ફાઇબર મળી આવે છે. તે બેડ કોલેસ્ટ્રોલના ખતરાને ઘટાડવામાં મદદ કરે છે.
ખાટા ફળો
લીંબુ, સંતરા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી જેવા ખાટા ફળો તમારા કોલેસ્ટ્રોલ લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. ખાટા ફળોમાં હેસ્પેરિડિન હોય છે. જે હાઇ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને કોલેસ્ટ્રોલના ખતરાને ઘટાડે છે.
પપૈયુ
પપૈયામાં ભરપુર માત્રામાં ફાઇબર હોય છે. તે બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવાની સાથે સાથે બેડ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. એક મોટા પપૈયામાં 13થી 14 ગ્રામ ફાઇબર હોય છે. રોજ પપૈયુ ખાવાથી પાચન ક્રિયા પણ સુધરે છે.
આ પણ વાંચોઃ રાશિ મુજબ આ શુભ ચીજોને ઘરમાં રાખોઃ ધનની સમસ્યાઓ ખતમ થશે