ઠંડીમાં રોજ ખાવ બાજરીનો રોટલો, બીમારીઓ રહેશે દુર
- ઠંડીમાં તમારે બાજરીનું સેવન જરૂર કરવું જોઈએ. બાજરીનો રોટલો ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.
આયુર્વેદમાં એવુ કહેવાય છે કે તમારે હેલ્ધી રહેવું હોય તો સીઝન પ્રમાણે ભોજન કરવું જોઈએ. જો તમે સીઝન પ્રમાણે ફુડનુ સેવન કરશો તો હંમેશા હેલ્ધી રહેશો. ઠંડીમાં એવા ફળ અને શાકભાજી આવે છે જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે, આપણને અનેક બીમારીઓથી બચાવે છે. ઠંડીમાં તમારે બાજરીનું સેવન જરૂર કરવું જોઈએ. બાજરીનો રોટલો ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.
ઠંડીમાં બાજરાનો રોટલો અને સરસોનું શાક ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પંજાબ, હરિયાણા અને યુપીમાં આજે પણ બાજરી ખૂબ જ ખાવામાં આવે છે. બાજરીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામીન અને મિનરલ્સ હોય છે. બાજરી ખાવાથી વજન ઘટે છે અને શુગર કન્ટ્રોલમાં રહે છે.
બાજરીમાંથી શું શું બનાવી શકાય છે?
બાજરીમાંથી અનેક પ્રકારની ડિશ બનાવી શકાય છે. તમે ઘઉંના લોટમાં બાજરીનો લોટ મિક્સ કરીને અલગ અલગ ડિશ બનાવી શકો છો. તમે બાજરીની રોટલી કે રોટલો બનાવીને ખાઈ શકો છો. બાજરાના પરાઠા, થેપલા કે વડા પણ બને છે. બાજરીની ખીચડી પણ સ્વાદિષ્ટ લાગે છે. તમે બાજરીને બાફીને સ્પ્રાઉટ્સની જેમ પણ ખાઈ શકો છો.
બાજરી ખાવાના ફાયદા
હાર્ટ એટેકથી બચાવ
આજના સમયમાં જ્યારે હાર્ટ એટેકના કેસ વધ્યા છે, ઠંડીની સીઝનમાં હાર્ટ એટેકનો ખતરો પણ અનેક ગણો વધી જાય છે. આવા સમયે હાર્ટના દર્દીઓએ વધુમાં વધુ બાજરીનું સેવન કરવું જોઈએ. બાજરી મેગ્નેશિયમનો સારો સોર્સ છે, જે હાર્ટ માટે પણ બેસ્ટ છે.
શુગરને કરે છે કન્ટ્રોલ
શુગરના દર્દીઓ માટે બાજરીનો લોટ ફાયદાકારક છે. ડાયાબિટીસમાં બાજરીની રોટલી કે રોટલો બ્લડ શુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે. તેમાં સારા પ્રમાણમાં ફાઈબર હોય છે. તેથી કબજિયાતની સમસ્યામાંથી પણ રાહત મળે છે.
હાઈ બ્લડ પ્રેશર માટે ફાયદાકારક
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન લોકોએ બાજરાનો રોટલો ખાવો જોઈએ. તે આરોગ્ય માટે ફાયદાકારક છે. તેમાં અનેક પોષકતત્વો હાજર છે. તે બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.
વજનને ઘટાડવા માટે પણ બેસ્ટ
બાજરાની ખીચડી કે રોટલી ખાવાથી વજન ઘટે છે. બાજરીમાં વધુ માત્રામાં ફાઈબર હોવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તેનાથી વેઈટ લોસમાં પણ મદદ મળે છે. તેમાં સારી એવી માત્રામાં પ્રોટીન હોય છે.
2023 ઈન્ટરનેશનલ મિલેટ યર તરીકે ઉજવાયું
સંયુકત રાષ્ટ્ર સંઘની મહાસભાએ ૨૦૨૩ના વર્ષને ઇન્ટરનેશનલ મિલેટ યર જાહેર કર્યુ હતું. ભારત સરકાર દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને તેને યુએનના ખાધ અને કૃષિ સંગઠન દ્વારા ઇટાલીના રોમ ખાતે સમર્થન મળ્યું હતું. અંગ્રેજીમાં મિલેટ શબ્દ બાજરી, જુવાર અને રાગી પ્રકારના પોષક અનાજ માટે વપરાય છે. સામાન્ય રીતે જેને બરછટ કે જાડા ધાન્ય ગણવામાં આવે છે તે ખરેખર તો પોષક અનાજ છે. હાલમાં શરીરમાં પોષકતત્વોની જે ઉણપ સર્જાઈ રહી છે તે આ અદભૂત અનાજથી પુરી કરી શકાય તેમ છે.
આ પણ વાંચોઃ સિમ કાર્ડ ખરીદવું અને વેચવું હવે નહીં રહે સરળ, 1 ડિસેમ્બરથી લાગુ થશે કડક નિયમો