ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

જમો પણ શાનથી, અપનાવો આ નિયમોઃ શરીરને થશે ફાયદો

Text To Speech

જમવુ આપણી દિનચર્યાનો મહત્ત્વનો ભાગ છે, પરંતુ આપણે તેને લગતી બાબતો પર થોડુ ઓછુ ધ્યાન આપીએ છીએ. જમવાના પણ અમુક નિયમો છે, મહર્ષિ ચરક દ્વારા આહારના નિયમો લખવામાં આવ્યા છે. તો હવે તમે જમવા બેસો ત્યારે આ ટિપ્સ જરૂર ફોલો કરજો.

તમે જે ભોજન ખાઇ રહ્યા છો તે ગરમ હોવુ જોઇએ. તાજુ હોવુ જોઇએ અને સારી રીતે પાકેલુ હોવુ જોઇએ. ધ્યાન રાખો જ્યારે જમવાનુ ગરમ હોય ત્યારે તેનું સેવન કરી લો. તેને ઠંડુ કરવાની ભુલ બિલકુલ ન કરો.

 

જમો પણ શાનથી, અપનાવો આ નિયમોઃ શરીરને થશે ફાયદો hum dekhenge news

આ છે જમવાના કેટલાક નિયમો

  • માનવ શરીરમાં સાત ધાતુ હોય છે. જેમાંથી 6માં સ્નિગ્ધા ગુણ હોય છે. એવી સલાહ આપવામાં આવે છે કે તમે તમારા ભોજનમાં થોડા તેલ, ઘીનું સેવન કરો, પરંતુ એ સુનિશ્વિત કરો કે તમારી પાચક અગ્નિ મજબૂત હોય, નહીં તો કફ વિકારોનો જન્મ થઇ શકે છે. ભોજન સાથે સહેજ હુંફાળા પાણીનું સેવન કરવાની સલાહ પણ આપવામાં આવે છે, તેના કારણે ભોજન ઝડપથી પચી જાય છે.
  • તમારે યોગ્ય માત્રામાં જમવુ જોઇએ. જો તમે ભૂખ કરતા વધુ જમશો તો પેટની પરેશાની, ઇન્દ્રિયોની અસંતુષ્ટિ, બેસવામાં સમસ્યા અને અન્ય પરેશાનીઓ થઇ શકે છે. તમારે તમારી ભુખના 50 ટકા ઠોસ ભોજન, 25 ટકા તરલ પદાર્થ લેવા જોઇએ. ડાયજેશન માટે પેટ 25 ટકા ખાલી રાખવું જોઇએ.
  • અગાઉનુ ભોજન પચ્યા બાદ જ ખાવ. જો કોઇ વ્યક્તિ ઉપરાઉપરી ખાય છે અને ભોજન પચવાની રાહ જોતી નથી તો તેને અપચો થાય છે, જે અનેક બિમારીઓનું મુળ છે.

  • જમવાનું ક્યાં બેસીને ખાવ છો તે પણ જરૂરી છે. તમે સુખદ અને તણાવમુક્ત વાતાવરણમાં આહાર લઇ રહ્યા હશો તો તે શરીર માટે ખુબ જ સારુ છે.
  • આહારમાં છ રસ હોય છે અને આપણે એ જોવુ જોઇએ કે આપણા ભોજનમાં આ તમામ રસ સામેલ હોય. આ ઉપરાંત જમવામાં પોષકતત્વોનું બેલેન્સ પણ હોવુ જોઇએ.
  • ક્યારેય ઉતાવળમાં ભોજન ન કરો. આમ કરવાથી ભોજન ખોટી રીતે શરીરમાં પ્રવેશે છે. ઉતાવળે કરેલુ ભોજન પિત વધારીને પાચનશક્તિને પ્રભાવિત કરે છે.

જમતી વખતે આ કામ ન કરો

તમે જે જમી રહ્યા છો તે માત્ર 20 મિનિટમાં તમારા શરીરનો હિસ્સો બની જશે, તેથી જમવાને આનંદ સાથે ખાવ. જમતી વખતે વાતો ન કરો, હસો નહીં અને ભોજનને યોગ્ય રીતે ચાવો.

Back to top button