ટ્રેન્ડિંગધર્મ
2500 વર્ષ સુધી રામ મંદિર પર નહિ થાય ભૂકંપની અસરઃ જાણો ખાસ વાતો
- રામ મંદિર નાગર શૈલીનું મંદિર છે
- મંદિરનો ગર્ભ ગૃહ અષ્ટકોણીય છે
- તે ભગવાન વિષ્ણુના આઠ રૂપનું પ્રતિક છે
અયોધ્યા, 27 જાન્યુઆરીઃ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકોનો ઉત્સાહ ઓર વધઈ ગયો છે. રામ મંદિરની ડિઝાઈન ચીફ આર્કિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરાએ તૈયાર કરી છે. રામ મંદિરનું નિર્માણ એ રીતે કરાયું છે કે 2500 વર્ષ સુધી ભૂકંપના ઝાટકા પણ રામ મંદિરને હલાવી નહીં શકે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન વાસ્તુકાર ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યું હતું કે રામ મંદિર નાગર શૈલીનું મંદિર છે. મંદિરનો ગર્ભ ગૃહ અષ્ટકોણીય છે, જે ભગવાન વિષ્ણુના આઠ રૂપનું પ્રતિક છે. જાણો રામ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો
- અયોધ્યાના રામ મંદિરના નિર્માણમાં ઉત્તર અને મધ્ય ભારતની નાગર શૈલી વાસ્તુકળાનો ઉપયોગ થયો છે.
- રામ મંદિરનનું નિર્માણ મકરાનાના માર્બલથી કરાયું છે. આ માર્બલથી જ મંદિરના ગર્ભગૃહનું સિંહાસન તૈયાર કરાયું છે.
- મંદિરનો ગર્ભગૃહ 20X20 ફુટ અષ્ટકોણીય આકારમાં છે, જે ભગવાન વિષ્ણુના 8 રુપોનું પ્રતિક છે. મંદિરમાં 5 મંડપ છે.
- મંદિરની ઊંચાઈ કોરિડોરની સાથે લંબાઈ અને પહોળાઈ 600 મીટર છે. મંદિર 320 ફુટ લાંબુ અને 250 ફુટ પહોળું છે. 161 ફુટ ઊંચુ છે. રામ મંદિરમાં એક શિખર છે.
- મંદિરમાં શિવજી, માતા પાર્વતી, ગણેશજી, વિષ્ણુજી અને હનુમાનજીની પ્રતિમા છે
- નાગર શૈલી એક પ્રચલિત શૈલી છે. તેથી રામમંદિરનું નિર્માણ નાગરશૈલીમાં કરાયું છે.
વાસ્તુકાર ચંદ્રકાંત અનુસાર રામ મંદિર ભારતનું સૌથી મોટું મંદિર છે. - મંદિરમાં જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો, તેજ જગ્યાએ મૂર્તિની સ્થાપના કરાઈ છે.
- આઈઆઈટી રુડકી તરફથી 2500 વર્ષ સુધી મંદિર પર ભૂકંપની અસર ન થાય તેવી ડિઝાઈન તૈયાર કરાઈ છે.
- મંદિરનું નિર્માણ એવી રીતે કરાયું છે કે દર રામ નવમીના દિવસે સૂર્યની કિરણ રામ લલ્લાના કપાળ પર સૂર્ય તિલક કરશે.
આ પણ વાંચોઃ રામ ભક્તોને રેલવેની ભેટ: દેશના ખૂણે-ખૂણેથી અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડશે, જૂઓ લિસ્ટ