ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કચ્છ સાથે 4 રાજ્યોમાં એક સાથે ભૂકંપ અનુભવાયો

Text To Speech
  • ગુજરાતમાં ભૂકંપની તીવ્રતા 4.2 હોવાની માહિતી છે
  • મેઘાલયના શિલોંગમાં 3.8, કર્ણાટકના વિજયપુરમાં 3.1 તીવ્રતા
  • કચ્છ તેમજ મેઘાલય, તમિલનાડુ, કર્ણાટકમાં ભૂકંપ

ગુજરાત સહિત 4 રાજ્યોમાં ભૂકંપ અનુભવાયો છે. જેમાં કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. ત્યારે ગુજરાતના કચ્છ તેમજ મેઘાલય, તમિલનાડુ, કર્ણાટકમાં ભૂકંપ આવ્યો છે. ભૂકંપનો આંચકો સવારે 9 વાગ્યે અનુભવાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 7 શહેરોમાં તાપમાન 17 ડિગ્રીથી નીચે, જાણો ઠંડી બાબતે અંબાલાલ પટેલે શું કરી આગાહી 

મેઘાલયના શિલોંગમાં 3.8, કર્ણાટકના વિજયપુરમાં 3.1 તીવ્રતા

2023માં ભૂકંપની ગતિવિધિમાં ભારે વધારો થવાનું મુખ્ય કારણ પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટનું સક્રિયકરણ હોવાનું કહેવાય છે. આ પ્રવૃત્તિને કારણે 24 જાન્યુઆરી, 2023 (M: 5.8), 3 ઓક્ટોબર, 2023 (M: 6.2), અને 3 નવેમ્બર, 2023 (M: 6.4) ના રોજ મજબૂત ધરતીકંપ આવ્યા છે. આજે મેઘાલયના શિલોંગમાં 3.8, કર્ણાટકના વિજયપુરમાં 3.1, તમિલનાડુ ચેંગલપચટ્ટમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.

ભૂકંપની તીવ્રતા 4.2 હોવાની માહિતી છે

ભારતમાં વર્ષ 2023માં 124થી વધુ વાર હળવા અને મજબૂત ભૂકંપ આવ્યા છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આજે કચ્છીઓ ભૂકંપના આંચકાથી ધ્રુજ્યા છે. તેમજ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર રહ્યું છે. દેશમાં દિવસે દિવસે ભૂકંપની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. આજે ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં વહેલી સવારે 9 કલાકે કચ્છના રાપરમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા 4.2 હોવાની માહિતી છે.

Back to top button