ન્યુઝીલેન્ડમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ભૂકંપ પરાપરમુથી 50 કિમી ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો. તેની ઊંડાઈ લગભગ 57.4 કિલોમીટર હતી. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ભૂકંપના આંચકા પરાપરામુ, લેવિન, પોરિરુઆ, ફ્રેન્ચ પાસ, અપર હટ, લોઅર હટ, વેલિંગ્ટન, વાંગાનુઇ, વેવરલી, પામરસ્ટન નોર્થ, ફિલ્ડિંગ, પિકટન, અકેતાહુના, માસ્ટરટન, માર્ટીનબોરો, હન્ટરવિલે, હાવેરા, બ્લેનહેમ, સેડ્ડનમાં અનુભવાયા હતા. , નેલ્સન , ડેનેવિર્કમાં પણ અનુભવાયા હતા.
આ પણ વાંચો : શું થઈ રહ્યું છે આ ? હવે અફઘાનિસ્તાનમાં પણ વહેલી સવારે ભૂકંપ, તો તુર્કીમાં પણ ફરી આંચકો
#Earthquake confirmed by seismic data.⚠Preliminary info: M6.1 || 78 km NW of Lower Hutt (New Zealand) || 5 min ago (local time 19:38:07). Follow the thread for the updates???? pic.twitter.com/QLRK4EGfmz
— EMSC (@LastQuake) February 15, 2023
આજે રોમાનિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. આ ભૂકંપ સવારે 3 વાગ્યાની આસપાસ આવ્યો હતો. હાલમાં આ ભૂકંપના કારણે જાન-માલને કોઈ નુકસાન થયાના સમાચાર નથી. રોમાનિયામાં ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પશ્ચિમમાં ગોર્જ કાઉન્ટીમાં જમીનથી 40 કિમી નીચે હતું. ભૂકંપની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દુકાનો અને સુપર માર્કેટ ધ્રૂજતા જોઈ શકાય છે. રાજધાની બુકારેસ્ટ અને ઉત્તરીય શહેર ક્લુજમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.