ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ધરતી ધ્રૂજી, 5.8ની તીવ્રતા
હાલમાં મોડી રાત્રે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આંચકાની તીવ્રતા 5.8 હતી. આ આંચકા મોડી સાંજે 9.34 કલાકે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હતું.
ભૂકંપના આંચકા માત્ર દિલ્હી-NCRમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર, પેશાવર વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. જો કે, હજુ સુધી ક્યાંયથી પણ કોઈપણ પ્રકારના નુકસાનની માહિતી સામે આવી નથી.
ભૂકંપ શા માટે થાય છે?
ધરતીકંપ ત્યારે થાય છે જ્યારે પૃથ્વીના સૌથી બાહ્ય સ્તરના મોટા ટુકડાઓ અચાનક એકબીજાની પાછળ ખસી જાય છે. સંશોધકોના મતે તુર્કી ભૂકંપ સ્ટ્રાઇક-સ્લિપ ધરતીકંપ હતો.