ટોપ ન્યૂઝનેશનલ

રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા

Text To Speech

દેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અરુણાચલના ચાંગલાંગમાં તીવ્રતા 3.5 મપાઈ હતી. જ્યારે રાજસ્થાનના બિકાનેરમાં 4.2ની તીવ્રતા રહી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર તીવ્રતા ઓછી હોવાને કારણે હાલ કોઈ જાનહાનિ કે માલહાનિના અહેવાલ મળ્યા નથી.

નેશનલ સેન્ટર ફોર સિસામોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે સવારે રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના કંપન અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. ભૂકંપ હજી સુધી કોઈપણ પ્રકારના જીવન અને સંપત્તિના નુકસાનની કોઈ જાણકારી સામે આવી નથી. ભૂકંપને લીધે, આખા વિસ્તારમાં અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું હતું અને ડરને કારણે લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : કોરોનાનો ખતરો ફરી વધ્યો, વધતા કેસ વચ્ચે 10-11 એપ્રિલે દેશવ્યાપી મોકડ્રીલ

આ તરફ અરુણાચલમાં ચાંગલાંગમાં બે દિવસ પહેલા પણ ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હતું. બપોરના બે વાગ્યે આ ભૂકંપ આવ્યું હતું. જ્યારે ભૂકંપની તીવ્રતા 4.2 મપાઈ હતી. ત્યારે પણ કોઇ મોટી જાનહાનિ કે માલહાનિના અહેવાલ આવ્યા નહોતા.

Back to top button