ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં ભૂકંપનો આંચકો, નેપાળમાં 6 ના મોત

Text To Speech

દેશના પાટનગર દિલ્હી અને નેપાળ બોર્ડરના વિસ્તાર પાસે મોડી રાત્રે 2 ના સમયગાળા દરમિયાન ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તિવ્રતા 6.3 રિક્ટરસ્કેલ હોવાનું જાણવામાં આવ્યું છે. દિલ્હી ઉપરાંત નેપાળમાં પણ ભૂકંપનો અનુભવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં આશરે 6 લોકોના મોત થયા છે.

Delhi Earthquake Hum Dekhenge News

દિલ્હીના ઘણા વિસ્તારોમાં રાત્રે લગભગ 1.57 વાગ્યે આ ભૂકંપના આંચકાથી લોકો અચાનક જાગી ગયા હતા. લોકો ગભરાઈને ઘરોની બહાર નીકળી ગયા હતા. જો કે ભૂકંપના કારણે દિલ્હી-એનસીઆરમાં કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી. સિસ્મોલોજી સેન્ટર અનુસાર, તેનું કેન્દ્ર નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના 90 કિમી દક્ષિણપૂર્વમાં હતું.

ભૂકંપનો આંચકો દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેપાળના દોતી જિલ્લામાં ભૂકંપ બાદ મકાન ધરાશાયી થતાં લગભગ 6 લોકોના મોત થયા છે. આ ઘટના રાત્રે 2.12 કલાકે બની હતી. આ પછી પણ નેપાળમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પણ વાંચો : સાયન્સ સિટી ખાતે મોટી સંખ્યામાં લોકોએ ટેલિસ્કોપથી માણ્યું ચંદ્રગ્રહણ : જુઓ તસવીરો

દિલ્હી-એનસીઆરમાં કોઈ નુકસાનની જાણ નથી

હાલ મળતી માહિતી અનુસાર ભારતમાં ભૂકંપના આંચકાથી દિલ્હી-એનસીઆરમાં કોઈ નુકસાન થયું નથી, તેમ છતાં લોકો ડરી ગયા અને ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપના આંચકા દરમિયાન લોકોએ ઘરમાં પંખા હલતા હોવાનો અહેસાસ કર્યો હતો. સાથે જ લોકોએ કંપન પણ અનુભવ્યું હતું.

Back to top button