

તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપ પછી દુનિયાના ઘણાં દેશોમાં ખૌફનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી કે જમ્મુ અને કાશ્મીરના કટરાથી 97 કિમી પૂર્વમાં આજે સવારે 5:01 વાગ્યે રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
An earthquake with a magnitude of 3.6 on the Richter Scale hit 97 km East of Katra, Jammu and Kashmir, today at 5:01 am IST: National Centre for Seismology pic.twitter.com/Gmv0giTHpx
— ANI (@ANI) February 17, 2023
આ અંગે પ્રારંભિક માહિતી અનુસાર, કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી. તેમજ પર્વતીય વિસ્તારમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.6 હોવાથી જાનમાલના નુકશાનની સંભાવના ઓછી છે. જોકે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા થોડાં દિવસોથી તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપ બાદ સમગ્ર વિશ્વામાં ભૂકંપના આંચકા અનુભવ થઈ રહ્યા છે. હાલમાં ન્યુઝીલેન્ડ અને ફિલીપીન્સમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જોકે, તેમાં કોઈ નુકશાન થયું ન હતું.
આ અગાઉ દેશમાં 13 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 4.15 કલાકે સિક્કિમના યુકસોમ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. રિકટલ સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી હતી. આ ઉપરાંત ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપ અંગે ભવિષ્યવાણી
તમામ માહિતીઓ વચ્ચે દુનિયામાં ભૂકંપીય ગતિવિધીનો અભ્યાસ કરનાર સોલર સિસ્ટમ જીઓમેટ્રી સર્વેના સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સએ વિનાશક ભૂકંપના 3 દિવસ પહેલા ટ્વિટર પર ભવિષ્યવાણી કરી હતી કે આજે અથવા કાલે દક્ષિણ-મધ્ય તુર્કી, જોર્ડન, સીરિયા અને લેબનોન આસપાસના વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે અને પછી જે થયું તે આપણે સૌ જાણીએ છે. આજ વ્યક્તિએ ભારતમાં ભૂકંપને લઈને કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે.
Dutch researcher @hogrbe who anticipated the quake in #Turkey and #Syria three days ago had also predicted seismic activity anticipating a large size earthquake originating in #Afghanistan, through #Pakistan and #India eventually terminating into the Indian Ocean. @AlkhidmatOrg pic.twitter.com/qdg4xxREGf
— Muhammad Ibrahim (@miqazi) February 6, 2023
ભારતમાં ભૂકંપની શક્યતાઓ
ડચ સંશોધક ફ્રેન્ક હુગરબીટ્સે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિશે સમાન ભવિષ્યવાણી કરી હતી. ફ્રેન્ક હગરબીટ્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અફઘાનિસ્તાનમાં મોટા ભૂકંપની ભવિષ્યવાણી કરતો જોવા મળી રહ્યો છે. ડચ સંશોધકનું અનુમાન છે કે ભૂકંપીય ગતિવિધી ભારત અને પાકિસ્તાનમાંથી પસાર થશે અને અંતે હિંદ મહાસાગરમાં સમાપ્ત થશે.