ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ
પાલનપુરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ભૂકંપનો આંચકો આવ્યો હતો.કેટલાક લોકોએ ખૂબ જ સામાન્ય આંચકો હોવાનું જણાવ્યું હતું તો કેટલાકને આંચકાની કોઈ ખબર પડી ન હતી. પાલનપુરમાં ભૂકંપનો આંચકો શનિવારે સાંજે 4.27 મિનિટ આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે સત્તાવાર હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાત સિસ્મોલોજીની સત્તાવાર વેબસાઈટ ઉપર પણ ભૂકંપનો રિપોર્ટ મૂકવામાં આવ્યો નથી.
જ્યારે બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ અમીરગઢ અને એક ઈકબાલઘઢ થી મળતા અહેવાલ મુજબ ઈકબાલગઢની બજારમાં લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો અને લોકો ઘર બહાર નીકળી ગયા હતા. જ્યારે પાલનપુરમાં ભૂકંપના પગલે લોકો ભયભીત બન્યા હતા.
આ પણ વાંચો : પાલનપુર : ડીસા નવજીવન કોલેજમાં યોજાયેલા ફૂડ ફેસ્ટિવલમાં બનાવાઈ 150 વાનગીઓ