કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડી રાત્રે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો


કચ્છમાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છના રાપર નજીક સવારે 3 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનું કેન્દ્ર બિંદુ રાપરથી 26 કિમી વેસ્ટ નોર્થ વેસ્ટ પાસે નોધાયુ છે.
કચ્છમાં મોડી રાત્રે ભૂકંપ
કચ્છમાં મોડી રાત્રે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના રાપર નજીક સવારે 3 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા . આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિમી વેસ્ટ નોર્થ વેસ્ટ પાસે નોધાયુ છે.
સદનસિબે કોઈ જાનહાની નહીં
કચ્છમાં મોડી ભૂંકપના આંચકાઓમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
લોકોમાં ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવતા રહેતા હોય છે. ત્યારે ગઈ કાલે મોડી રાત્રે ફરી એક વાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : ગાંધીનગરમાં ગાય આડે આવી જતા યુવાન મોતને ભેટ્યો, માતાએ મૃતક દીકરા સામે નોંધાવી ફરિયાદ