નેપાળમાં 5.6 નો ભૂકંપ, દિલ્હીમાં અનુભવાયા આંચકા
- દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર પણ નેપાળ હતું.
દિલ્હી-NCR: દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આના થોડા દિવસો પહેલા પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા ચાર દિવસમાં આ બીજી વખત ધરા ધ્રુજી છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર પણ નેપાળ હતું.
- દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપ સાંજે 4:18 કલાકે આવ્યો હતો.
Earthquake of Magnitude:5.6, Occurred on 06-11-2023, 16:16:40 IST, Lat: 28.89 & Long: 82.36, Depth: 10 Km ,Region: Nepal for more information Download the BhooKamp App https://t.co/TXMwjzCLks @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/HM8ZaYMlZH
— National Center for Seismology (@NCS_Earthquake) November 6, 2023
આ પહેલા શુક્રવારે મોડી રાત્રે પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રાત્રે 11.32 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું.
આ પણ વાંચો: દિલ્હીમાં ફરી વાહનો ચાલશે ઑડ-ઈવન, સ્કૂલ પણ ઑનલાઈન