ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી-NCRમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Text To Speech

દિલ્હીમાં રવિવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા 3.1 રિક્ટર નોંધાઈ છે. દિલ્હીની સાથે નોઇડા અને ગાઝિયાબાદમાં પણ ધરા ધ્રુજી ઉઠી હતી. નોંધનીય છે કે, હરિયાણાના ફરિદાબાદમાં કેન્દ્રબિંદુ નોંધાયું છે. બે અઠવાડિયામાં આ ત્રીજી વખત છે જ્યારે દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો પોતાના ઘરોથી બહાર રોડ પર દોડી આવ્યા હતા. આ પહેલા 3 ઑક્ટોબરે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ભૂકંપ આવ્યો હતો.

 

દિલ્હી-NCRમાં કેટલાક સ્થળે ભૂકંપ અનુભવાતા કોઈપણ જાનહાનિની ઘટના સામે આવી નથી. નોંધનીય છે કે, પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણામાં વધુ પડતા દબાણને કારણે પ્લેટો તૂટવા લાગે છે. જેના પછી પૃથ્વીની અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે અને આ ઉથલપાથલ પછી ભૂકંપ સર્જાય છે.

બે અઠવાડિયામાં ત્રણ વાર ભૂકંપના આચંકા

3 ઓક્ટોબરે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં બપોરે 2.25 અને 2.53 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 હતી. તેનું કેન્દ્ર નેપાળના બજાંગ જિલ્લામાં હતું. એ જ દિવસે નેપાળમાં એક કલાકમાં ચાર ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના અધિકારીએ જણાવ્યું કે, 4.6ની તીવ્રતાનો પહેલો ભૂકંપ પશ્ચિમ નેપાળમાં 10 કિલોમીટરની ઊંડાઈએ બપોરે 2:25 વાગ્યે આવ્યો હતો, ત્યારબાદ બપોરે 2:51 વાગ્યે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 3.6 અને 3.1ની તીવ્રતાના વધુ બે ભૂકંપ બપોરે આવ્યા હતા. ભૂકંપના કારણે નેપાળના બજાંગમાં અનેક કચ્છી મકાનો ધરાશાયી થયા હતા.

આ પણ વાંચો: દિલ્હી-એનસીઆરમાં ધ્રૂજી ધરતી, અનુભવાયા ભૂકંપના ઉગ્ર આંચકા

Back to top button