ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંગાળની ખાડીમાં 5.1ની તિવ્રતાનો ભૂકંપ, કોલકાતામાં પણ અનુભવાયા ઝટકા

Text To Speech

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2025: દિલ્હી બાદ હવે કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના કેટલાય વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. અહીં સવાર સવારમાં 6.10 વાગ્યે ભૂકંપના ઝટક અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5.1 માપવામાં આવી છે. કહેવાય છે કે, ભૂકંપના ઝટકા ઓડિશાના કેટલાય વિસ્તારોમાં પણ અનુભવાયા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સવારનો સમય હોવાથી મોટાભાગના લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા. પરંતુ ભૂકંપના આંચકાને કારણે લોકો ઉભા થઈને પોતાના ઘરની બહાર ખાલી મેદાનમાં ભેગા થઈ ગયા. હાલમાં, ભૂકંપથી થયેલા નુકસાન વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી.

લોકો ગભરાઈને ઘર છોડીને નીકળી ગયા

અહીં ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં 17 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારે 5:36 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પછી ઘણી સેકન્ડો સુધી ધરતી ધ્રુજતી રહી અને લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા.

ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી, જેનું કેન્દ્ર દિલ્હી નજીક પૃથ્વીથી 5 કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઇમારતોની અંદર તીવ્ર કંપન અનુભવાઈ હતી.

આ પણ વાંચો: મહાશિવરાત્રી પર ઘનિષ્ઠા નક્ષત્ર, છત્ર યોગ, શશ રાજયોગ, નિશિત કાળ પૂજા, જાણો મુહૂર્ત

Back to top button