ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રૂજી: 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

Text To Speech
  • ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ બહાર આવ્યા નથી

કાબુલ(અફઘાનિસ્તાન), 28 માર્ચ: અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તાજેતરના ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2ની માપવામાં આવી છે. આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 5.44 કલાકે અનુભવાયો હતો. આ ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ બહાર આવ્યા નથી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ લગભગ 124 કિમીની ઊંડાઈએ 

નેશનલ સિસ્મોલોજી સેન્ટર (NCS)ના ડેટા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ લગભગ 124 કિમીની ઊંડાઈએ આવેલું હતું. આ મહિનાની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતા ધરાવતો ભૂકંપ અનુભવાયો હતો, એમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું. ત્યારે તે ભૂકંપનું કેન્દ્રબિંદુ લગભગ 169 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.

ગત વર્ષે ઓક્ટોબરમાં આવ્યો હતો વિનાશક ભૂકંપ 

અફઘાનિસ્તાન ભૂકંપ માટે સંવેદનશીલ વિસ્તાર છે. ગત વર્ષે 7 ઓક્ટોબરે અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણા ગામડાઓ તબાહ થઈ ગયા હતા. તે તાજેતરના સમયમાં અફઘાનિસ્તાનમાં આવેલા સૌથી વિનાશક ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 2,000 લોકો માર્યા ગયા હતા તેમજ હજારો ઘાયલ અને બેઘર થયા હતા. ઘણા મહિનાઓ પછી પણ લોકો પુનઃનિર્માણ માટે હજુ સંઘર્ષ કરી રહ્યા છે.

આ પણ જુઓ: સોશિયલ મીડિયામાં પરેશ ધાનાણી, હેમાંગ રાવલ અને યજ્ઞેશ દવે વચ્ચે વૉર

Back to top button