કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો, એક પખવાડિયામાં 5મી વખત ધ્રુજી ધરા
કચ્છના ભચાઉમાં ફરી એક વાર ધરતીકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યુ છે. જેમાં ભચાઉમાં 2.9 તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 13 કિમિ દુર નોંધાયુ છે.
કચ્છમાં ફરી એક વાર ભૂકંપ આવ્યો
ગુજરાતના કચ્છમાં વારંવાર ભૂકંપના આચંકા અનુભવાતા હોય છે, ત્યારે આજે ફરી એક વાર કચ્છની ધરા ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજી ઉઠી હતી. આ વખતે કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા 2.9 નોંધાઈ હતી.અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિમિ દુર નોંધાયું હતુ.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર: થાણે જિલ્લાના શાહપુરમાં ક્રેન તૂટી પડતાં 16 મજૂરોનાં મોત, 3 ઘાયલ
એક પખવાડિયામાં 5મી વખત આવ્યો ભૂકંપ
ઉલ્લેખનીય છે કે કચ્છમાં અનેક વાર ભૂકંપના આંચકા આવતા હોય છે. કચ્છમાં એક પખવાડિયામાં 5મો ધરતીકંપ નોંધાયો છે. આ પહેલા 23 જુલાઇના રોજ ભચાઉથી ઉત્તર-પૂર્વમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંકચો આવ્યો હતો. આ જ દિવસે બપોરે પણ 1.19 કલાકે કચ્છના ફતેહગઢમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેમજ તા. 21 જૂલાઈના રોજ ભચાઉથી 26 કિ.મી. દક્ષિણ-પૂર્વે 2.6 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આમ કચ્છના વિવિધ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો : મહિનાના પહેલા દિવસે જ રાહતના સમાચાર, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો નવો ભાવ